જાણકારી પ્રમાણે, બર્દવાન જિલ્લાના કંચારાપારામાં TMC ના નેતા મદન મિત્રા અને જયસતિપ્રિય મલિક એક સ્થાનિક નેતા ને ત્યાં બેઠકમાં જઈ રહ્યા ત્યારે BJP કાર્યકર્તાઓએ જય શ્રીરામ ના નારા લગાવવાનુ શરૂ કર્યું હતું. BJP કાર્યકર્તાએ આરોપ લગાવ્યો કે, પોલીસ અને TMCના કાર્યકરોએ તેમની સાથે મારપીટ કરી હતી. આ મારપીટમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ રસ્તો રોકી અને તે વિસ્તારથી દુર કરવાનો પ્રયત્ન કર્યો, જયાં TMC ના કેટલાક પ્રધાન સહીત નેતાઓ પસાર થવાના હતા.
પશ્ચિમ બંગાળમાં BJP અને TMCના કાર્યકરો વચ્ચે ‘જય શ્રીરામ’ મુદ્દે હિંસક ઝઘડો
ન્યૂઝ ડેસ્કઃ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં ભાજપ અનેTMC ના કાર્યકરો વચ્ચે હિંસક ઝઘડો થયો. આ ઝગડામાં 3 લોકો ઘાયલ થયા છે. હિંસા વધતા જોતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી.
સ્થિતિ પર નિયંત્રણ કરવા માટે ઝડપી કાર્યવાહી દળ (RAF) ને મોકલવામાં આવી છે. ભાજપના કાર્યકર્તાએ કહ્યું કે, “કાચરાપાડા વિસ્તારમાં આવેલ પાર્ટી કાર્યાલય શુભાંગશુ રોય નું છે. તે ભાજપમાં ભળ્યા બાદ TMC આ કાર્યાલય પર કબ્જો કરવા માંગે છે અમે તે થવા નહીં દઈએ.” રાજ્યના ખાદ્ય અને પૂરવઠા પ્રધાન જયોતિપ્રિયો મુલિકે ભાજપના કાર્યકર્તાઓને અસભ્ય જણાવ્યા હતા.
પોલીસના લાઠી ચાર્જ બાદ BJP ના કાર્યકર્તાઓએ કંચારાપારા રેલ્વે સ્ટેશન પર ચક્કાજામ કર્યો હતો. જો કે, 15 મીનીટ બાદ ટોળાને હટાવી દેવામાં આવ્યું હતું. જયશ્રી રામ બોલવાથી વિવાદ થયો હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ લોકસભાની ચૂંટણી દરમિયાન મુખ્યપ્રધાન અને TMCના અધ્યક્ષ મમતા બેનર્જીના કાફલાની સામે થોડા લોકો જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેના પછી મામતા ગાડી રોકાવી અને નારા લગાવનાર પર ભડક્યા હતા.