ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું તમને ખબર છે કે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે..! જાણો - મેષ

ન્યુઝ ડેસ્કઃ આગામી અઠવાડિયામાં તેમને શું શું શુભ થશે. તેમજ તમને કેવા પ્રકારના લાભ થશે, તે જાણવા માટે જાણો તમારુ સાપ્તાહિક રાશિફળ.

શું તમને ખબર છે કે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે..! જાણો
શું તમને ખબર છે કે આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે..! જાણો

By

Published : Feb 2, 2020, 5:56 AM IST

મેષ: સપ્તાહમાં શરૂઆતનો સમય આપના જીવનમાં સ્થિરતા લાવી શકે છે. સંબંધો અને આર્થિક બાબતે ખાસ ચિંતા જેવું નથી માટે તમે શાંતિથી સમય પસાર કરી શકશો. આપના ઉપરી અધિકારીઓ સાથે કોઇપણ પ્રકારની બિનજરૂરી દલીલબાજી કરવાનું ટાળજો અન્યથા માનસિક અસ્વસ્થતા વધી શકે છે. એકંદરે આ સમયમાં આપની કારકિર્દી બાબતો પર પૂરતું ધ્યાન આપવું પડે.વેપારના સ્થળે બિનજરૂરી દલીલબાજી અને વિવાદોથી દૂર રહેશો. પ્રોફેશનલ જીવનમાં આપ થોડા નિસ્તેજ રહો. આ સમય દરમિયાન આપના સાહસોમાં કદાચ નિરાશાનો સામનો કરવો પડે. જો આપ વિદ્યાર્થી હોય તો અભ્યાસમાં ધ્યાન આપી શકો પરંતુ ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવાની ખાસ સલાહ છે. વિદ્યાર્થી જાતકો શરૂઆતમાં અભ્યાસમાં ધ્યાન આપશે પરંતુ ઉત્તરાર્ધમાં બિનજરૂરી મુસાફરી અથવા ખોટા મિત્રોની સોબત સમસ્યા ઉભી કરી શકે છે. સપ્તાહ શરૂઆતમાં સંતાનસુખ પ્રાપ્ત કરવા માટે સાનુકૂળ સમય રહેશે. પ્રેમસંબંધો માટે શરૂઆતનો તબક્કો સારો છે. તે પછીના સમયમાં તમારે અતિ વિજાતીય આકર્ષણ પર માનસિક સંયમ કેળવતા શીખવું પડશે. આપ વજન ઉતારવા માટે વધુ પ્રયત્નશીલ બનશો તેથી મીઠાઇ અને તીખુ ખાવાનું ટાળશો. ખાસ કરીને ઉત્તરાર્ધમાં પેટને લગતી સમસ્યા થઇ શકે છે તેથી ભોજનની અતિશયોક્તિ ટાળવી.

વૃષભ: સપ્તાહની શરૂઆતમાં માનસિક વ્યગ્રતા તમારું ધ્યાન ભટકાવી શકે તથા આવી સ્થિતિમાં કરેલી ભુલ આપની પ્રગતિમા વિઘ્નો ઊભા કરી શકે છે. સપ્તાહના પહેલા દિવસે શક્ય હોય ત્યાં સુધી પ્રોફેશનલ કાર્યોમાંથી વિરામ લઇને આપ્તજનો સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરવો. તેનાથી તમે શારીરિક રીતે હળવા થશો અને નવી ઉર્જાનો સંચાર થશે. બીજા દિવસથી કામકાજમાં તમારી એકાગ્રતા વધશે. કોસ્મેટિક્સ, શિક્ષણ, બેંકિંગ, ફાઇનાન્સ, મીડિયા જેવા બૌદ્ધિક પ્રતિભાની જરૂર હોય તેવા કાર્યોમાં તમે આગળ વધી શકશો. છેલ્લા ચરણમાં તમારી આવકમાં થોડી અનિશ્ચિતતા રહે પરંતુ તમે બાજી સંભાળી લેશો. શક્ય હોય ત્યાં સુધી નાણાં ઉછીના લેવા કે ઉધાર આપવાની પ્રવૃત્તિ ના કરવી. વિદ્યાર્થી જાતકોને સપ્તાહની શરૂઆત ભલે થોડી નબળી હોય પરંતુ અંતિમ ચરણ ઘણું સારું છે. તમે મનપસંદ વિષયમાં અભ્યાસની નવી શરૂઆત કરવા માટે પણ શક્યતાઓ ચકાસશો. સંબંધો બાબતે શરૂઆતમાં તમે એકાંતમાં રહેવાનું પસંદ કરો પરંતુ બીજા દિવસથી તમારા વ્યક્તિત્વનો પ્રભાવ વધશે અને તમે પોતાના દેખાવ પર વધુ ધ્યાન આપશો જેથી વિજાતીય પાત્ર તમારા તરફ આકર્ષાય તેવી સંભાવના વધશે. જોકે, પ્રેમની અભિવ્યક્તિ કરો ત્યારે શબ્દોમાં પારદર્શકતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. સપ્તાહની શરૂઆતમાં આપનું સ્વાસ્થ્ય એવરેજ રહેશે. અોછી ઊર્જાના સ્તરથી સ્વાસ્થ્ય પ્રત્યે શંકા ઉપજે છે. આ તબક્કા દરમિયાન બિમારીથી દૂર રહેવાની આપની શક્તિ અોછી થતી જણાય.

મિથુન: સપ્તાહની શરૂઆતમાં નવી મિત્રતા, જોડાણ અને સામાજિક ચર્ચા વિચારણા કરવા માટેનો યોગ બને. આ સમયમાં તમારી આધ્યાત્મિક્તામાં રુચી વધશે. પ્રોફેશનલ મોરચે તમે શરૂઆત સારી કરો પરંતુ સપ્તાહના મધ્યમાં તમારું મન વિચારોના આટાપાટામાં અટવાશે. સપ્તાહના મધ્યમાં કેટલીક બિનજરૂરી નાણાકીય બાબતોને લગતી ચિંતાઓથી તણાવનો અનુભવ કરો. છેલ્લા ચરણમાં તમે ફરી પુરા ઉત્સાહ અને આયોજન સાથે કામમાં આગળ વધી શકશો. આપનો કાર્યભાર વધશે પરંતુ આપને પ્રોફેશનલ સ્તરે પ્રગતિ માટે તેનાથી ઘણી મદદ મળી રહેશે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ રહે પરંતુ સપ્તાહના મધ્યમાં તમે થોડો કંટાળો અનુભવશો. અંતિમ ચરણમાં તમે અભ્યાસ અંગે અથવા કોઇપણ તમારી રુચિના વિષય પર કોઇની સાથે ચર્ચા કરી શકો છો. પ્રણયજીવન માટે શરૂઆત સારી છે. તમારી વચ્ચે મુલાકાતો વધશે અને લગ્નોત્સુક જાતકોને યોગ્ય સાથી મળવાની શક્યતા પણ બનશે. સપ્તાહના મધ્યમાં તમારે સ્વાસ્થ્યની થોડી કાળજી લવી પડે. જો વધુ બેચેની અથવા થાક લાગે તો વેકેશન પર જવાથી વધુ સ્વસ્થ થશો. દૂધ અને પ્રોટિનયુક્ત આહાર લેવાથી તંદૂરસ્ત રહી શકશો. વજન પર ખાસ ધ્યાન આપવું. પ્રોપર્ટીને લઇને મોટો ખર્ચ થવાની પણ શક્યતા રહેલી છે.

કર્ક: સપ્તાહની શરૂઆતમાં આપની અધીરાઇને કારણે પરિવારના સભ્યો અને જીવનસાથી જોડે પ્રાસંગિક તકરાર કે વિખવાદ થાય તેવી શક્યતા છે. અંગત જીવનમાં સુધારો આવશે અને પરિવારજનો સાથે આગળ જતા સંબંધો વધુ સૂમેળભર્યા બનશે. આ તબક્કા દરમિયાન એકસમાન માન્યતાઓ, અભિરૂચિ તથા વિચારધારા સંબંધોમાં કેન્દ્રસ્થાન રહેશે. સપ્તાહના મધ્યમાં તમે વિશેષ કાળજી લેજો અને શક્ય હોય ત્યાં સુધી ખાવાપીવામાં ચોખ્ખાઈનો આગ્રહ રાખજો. તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું જ રહેશે પરંતુ જો નજીવી સમસ્યા પણ હોય તો તેના પ્રત્યે વધુ બેદરકારી ન રાખતા તેવી ખાસ સલાહ છે. કાયદાકીય અને સરકારી પળોજણો તમને ઘેરવાનો પ્રયાસ કરશે. આ સમયમાં ધંધાર્થે કે નોકરી સંબંધિત મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળજો. સપ્તાહના અંતમાં આપના માટે ભાગીદારીના કાર્યો, સંયુક્ત સાહસો અને કરારો બાબતે મનમાં નવા નવા આઈડિયા આવે. તમારા કોઈ પરિવારજનના કારણે જ આર્થિક લાભ થવાની સંભાવના પણ છે અને એકંદરે તમને મળતા વળતરમાં પણ વધારો થશે.

સિંહ: સપ્તાહની શરૂઆતમાં ગ્રહોની સ્થિતિ તમને વધુ દયાળુ, વિન્રમ અને સંવેદનશીલ બનાવશે જેની મદદથી તમે પરિવારના સભ્યોની જરૂરિયાતો અને ઇચ્છાઓને વધુ સારી રીતે સમજી શકશો. જોકે, પરિવાર સંબંધિત કોઇપણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય સંબંધોમાં ખલેલ પહોંચાડશે અને ગેરસમજ પણ થાય. સપ્તાહના મધ્યમાં કામનું ભારણ લેવાના બદલે કામની ગતિ થોડી ધીમી કરશો તો સ્વાસ્થ્યને ચોક્કસપણે જાળવી શકશો. શક્ય હોય ત્યાં સુધી શારીરિક જોખમો હોય તેવી કોઈપણ પ્રવૃત્તિઓથી દૂર રહેવાની તેમજ વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવવાની આપને સલાહ આપવામાં આવે છે. નોકરીમાં આપના હાથમાં રહેલા પ્રોજેક્ટ્સ સરળતાથી પાર પડશે જેથી કામ કર્યાનો સંતોષ મળે. સપ્તાહના અંતમાં આપનું મન થોડુ વ્યાકૂળ થશે જેથી હિંમતપૂર્વક કામ લેવું અને તમારા કારણે કોઇને મનદુઃખ ના થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપી શકે પરંતુ છેલ્લા દિવસે થોડી પ્રતિકૂળતાઓ રહે. સ્વાસ્થ્ય બાબતે થોડું સાચવશો તો મોટી સમસ્યાની શક્યતા જણાતી નથી.

કન્યા: આ સપ્તાહમાં પતિ- પત્‍ની વચ્‍ચે દાંપત્‍યજીવનમાં નિકટતાનો અનુભવ થાય. પ્રેમીજનો ખૂબ સારી રીતે રોમાન્‍સપૂર્ણ સમય માણી શકશે. સફળતા અને કાર્ય સિદ્ધિ આપને જાહેર જીવનમાં યશ-કીર્તિ અને પ્રસિદ્ધિ અપાવશે. જો કે પહેલા દિવસે આકસ્મિક ધનખર્ચ માટે તૈયાર રહેવું પડશે. સપ્તાહના મધ્યમાં મિત્રો સ્‍વજનો તરફથી ભેટ સોગાદ મળે તેમજ દૂર વસતા આપ્તજનો સાથે મુલાકાત અથવા કમ્યુનિકેશનની શક્યતા વધશે. તેમની સાથે કોઇ પર્યટન થાય. સદભાવના સાથે કરેલું પરોપકારનું કાર્ય આપને આંતરિક ખુશી આપશે. પરિવારમાં આપને નિકટના સ્‍વજનો સાથે ચર્ચા કરતી વખથે વાણી પર સંયમ રાખવાની સલાહ છે અને શક્ય હોય ત્યાં સુધી દરેક બાબતે નમતું જોખવાનું વલણ રાખજો. આ સપ્તાહમાં મોટાભાગનો સમય તમે પ્રોફેશનલ પ્રગતિ માટે ફાળવશો. અંતિમ ચરણમાં આપ્તજનો તરફથી કોઇ ભેટસોગાદો અથવા આર્થિક લાભની આશા રાખી શકો છો. એલર્જી અથવા ત્વચાને લગતી ફરિયાદો હોય તેમને હવે રાહત થશે.

તુલા: સપ્તાહની શરૂઆતમાં જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે તમારી નીકટતા વધશે. તેમની સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો. ભાગીદારી અથવા ટીમવર્કના કાર્યોમાં પણ પહેલા દિવસે સફળતા મળવાની આશા રાખી શકો છો. પહેલા દિવસે કોઇ કરારો કરવાના હશે તો આગળ વધવામાં ફાયદો છે. જોકે તે પછીના બે દિવસમાં તમારું મન થોડુ વ્યગ્ર રહેશે. જીવનસાથીને હોસ્પિટલમાં લઈ જવાના સંજોગો પણ ઊભા થઈ શકે છે. પેટને લગતી બીમારીઓથી તકલીફ થાય. આ તબક્કામાં નવા કાર્યની શરૂઆત અને પ્રવાસ ન કરવાની આપને ખાસ સલાહ છે. સપ્તાહના મધ્યમાં રોકાણ મામલે કોઈપણ લોભામણી ઓફરોમાં ન સપડાતા. જમીન, મકાન વગેરેના કાર્યોમાં વાટાઘાટો થઇ શકે છે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં વધુ મહેનત કરવી પડશે પરંતુ ઉત્તરાર્ધનો તબક્કો ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો માટે બહેતર છે. છેલ્લા ચરણમાં તન અને મનની સ્‍વસ્‍થતાથી આપ તમામ કાર્યો કરશો. નોકરી- ધંધાના ક્ષેત્રે સ્પર્ધાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે પરંતુ તેનાથી તમને ફાયદો થશે.

વૃશ્ચિક:સપ્તાહની શરૂઆતમાં આપ પ્રોફેશનલ મોરચે ઉત્‍સાહ અને ચોક્સાઇપૂર્વક કામ કરી શકશો. કામ અંગે વિચારોમાં દ્રઢતા હશે. ધનલાભની શક્યતા જણાય છે. પહેલા દિવસે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી પડશે. સપ્તાહના મધ્યમાં મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય.આપ તન અને મનથી સ્‍વસ્‍થતા અનુભવો. ભાગીદારીના મોરચે આપના કાર્યો ધારણા પ્રમાણે પાર પડશે અને મહેનતના પ્રમાણમાં મળેલી સફળતાથી આપ સંતુષ્ટ હશો. નવા કરારો કરવા માટે પણ સપ્તાહના મધ્યમાં તમે આગળ વધી શકો છો. સાથે સાથે ગૃહસ્‍થજીવનમાં સુખશાંતિ રહે. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ કરવા માટે અનુકૂળ તબક્કો છે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે. સરકારી નિર્ણય આપની તરફેણમાં આવતાં લાભ થાય. સપ્તાહના અંતિમ ચરણમાં નાદૂરસ્‍ત તબિયતથી આપનો સ્વભાવ ચીડિયો બની જશે. પરિવારમાં સ્‍નેહીજનો સાથે મતમતાંતર થાય. મહેનતનું યોગ્‍ય વળતર ન મળવાથી મનમાં થોડો વસવસો થઇ શકે. આવી સ્થિતિમાં ચિત્તની શાંતિ માટે ઇશ્વર આરાધના અને મેડિટેશનથી ખૂબ ફાયદો થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડશે. આ સપ્તાહે સ્વાસ્થ્ય સતત ચડાવઉતારની સ્થિતિમાં રહેશે.

ધન: સપ્તાહની શરૂઆતમાં તમે સંબંધોમાં વધુ ધ્યાન આપો અને ખાસ કરીને પ્રેમસંબંધો તરફ વધુ ઝુકેલા રહેશો. આમ પણ આ સપ્તાહમાં તમે સંબંધોનું સુખ સારી રીતે માણી શકો પરંતુ અંતિમ દિવસે થોડુ સાચવવું પડશે. નોકરિયાતોને પૂર્વાર્ધમાં સારી તકો મળી શકે છે. જોકે વાણીનું પ્રભૂત્વ હોય તેવા ક્ષેત્રોમાં તમે થોડા પાછા પડો તેવી શક્યતા છે. આ સમયમાં હિતશત્રુઓ આ મોકાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે માટે શક્ય હોય ત્યાં સુધી તેમને કોઇ પ્રકારની તક ના આપતા. સપ્તાહના મધ્યમાં રાજકીય મુશ્‍કેલીઓના કારણે આપનું કામ ખોરંભે ચડે. ભાગદારીના કાર્યોમાં સાચવજો. તમારી સાથે છેતરપિંડીની શક્યતા રહે. સંબંધોમાં તમે એકબીજાનું સામીપ્ય માણો પરંતુ તમારી વચ્ચે વિશ્વાસનો આધાર વધુ મજબૂત બનાવવો પડશે. આવક સામે કેટલાક અણધાર્યા ખર્ચ પણ થશે, તેથી હાથ કરકસરમાં રાખવો. સંયમશીલ અને વિચારપૂર્ણ વર્તન આપને ઘણા બધા અનિષ્‍ટોમાંથી ઉગારી લેશે. સપ્તાહના અંતમાં સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓને વાંચનમાં સતત સારી-નરસી સ્થિતિ આવી શકે છે.

મકર: આ સપ્તાહે સમાધાનકારી વલણનું સૂત્ર અપનાવશો તો અનેક સંઘર્ષોમાંથી આપ ઉગરી જશો. જોખમી કામોમાં અત્યંત સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે ઈજા થવાની શક્યતા છે. તમારા વ્યાપારમાં ગતિ પકડાશે જેનાથી તમને આર્થિક લાભ મળશે. જોકે, નિર્ણયો લેવા બાબતે માનસિક અસ્‍વસ્‍થતા રહે. આવી સ્થિતિમાં પ્રભુ સ્‍મરણ કરવાથી આપને થોડી રાહત રહેશે. કેટલીક વખત સરકારી અને કાયદાકીય દાવપેચોમાં અટવાશો. નોકરિયાતોને ઉપરીઓનો સાથ ઓછો મળે માટે આત્મબળથી આગળ વધવું. ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતાં આપનું દરેક કાર્ય પાર પડે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાત આનંદદાયક રહે. પ્રણય સંબંધો તેમ જ સુખી દાંપત્યજીવન માણી શકશો. મિત્રો અને સ્‍નેહીઓ સાથેની મુલાકાતથી ખુશીનું વાતાવરણ રહે. આપના વાણી અને વર્તનથી કોઇના અપ્રિય ન બનો તેની કાળજી રાખવી. વિદ્યાર્થીઓ વૈચારિક સ્થિરતા સાથે અભ્યાસના નિર્ણયો લઇ શકશે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે, હજી પણ યાદશક્તિ અને એકાગ્રતા પૂર્ણ સાથ નહીં આપે માટે મહેનત જરૂરી છે. આ સપ્તાહે ખાસ કરીને પીઠમાં દુખાવો, તાવ, નબળાઇ, આંખમાં પીડા જેવી બિમારી થઇ શકે છે.

કુંભ: આપ વર્તમાન ચિંતાઓ અને દિર્ઘકાલીન ચિંતાઓ પર વિચાર કરશો સાથે ભવિષ્યની યોજનાઓનો વિસ્‍તાર કેવી રીતે કરવો તેને પણ ધ્યાનમાં લેશો. હાથમાં લીધેલા કામો અહીંયા પૂરા કરશો અથવા ફરી પાછા તે જ આક્રમક મિજાજ સાથે ફરીથી કામ શરૂ કરશો. બિઝનેસનું વિસ્‍તરણ કરવાના વિચારો તમારા મગજમાં આવી જશે. આપ તેને અમલમાં મૂકવા અધીરા થઇ જશો. વ્‍યવસાયિક રીતે લાભદાયક સમય છે. આર્થિક લાભ થાય. એક્સપોર્ટ ઇમ્પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે. પ્રિયપાત્ર સમક્ષ આપના વિચારો પ્રગટ કરવામાં થોડો સંકોચ કર્યા પછી અને ઘણું બધું વિચાર્યા પછી રજૂઆત કરી શકશો. આપ સ્‍નેહીજનો માટે નાનકડી પાર્ટીનું આયોજન કરો તેવી પણ શક્યતા છે. સપ્તાહના મધ્યમાં સંબંધોમાં કંઇક નવીનતાનો અહેસાસ થઇ શકે છે. વિદ્યાર્થીઓને સલાહ છે કે, આપ નિરંતર આગળ વધવા માટે દૃઢસંકલ્‍પ કરશો તો મુશ્કેલીઓની વચ્‍ચે પણ સાચી દિશા જાળવી રાખશો. અત્યારે હાડકાને લગતી ફરિયાદો વધી શકે છે.

મીન: સપ્તાહની શરૂઆતમાં તમે કમાણી પર વધુ ધ્યાન આપશો. પ્રોફેશનલ મોરચે કોઇપણ નવા નિર્ણયો લેવા બદલે વર્તમાન સ્થિતિ ટકાવી રાખવામાં વધુ ફાયદો થશે. કુટુંબના સભ્‍યો સાથે આનંદમાં સમય પસાર થાય. જોકે, પરિવારમાં કોઈપણ મુદ્દે ગેરસમજ ટાળવી જરૂરી છે. સપ્તાહના મધ્યમાં તમે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે અથવા પરિવારની ખુશી માટે ખર્ચ કરો તેવી શક્યતા છે. ખાસ કરીને મોજશોખ અને વૈભવી જીવનશૈલીમાં અતિશય ખર્ચથી બચવાની સલાહ છે. મિત્રો અને સગાં-સ્‍નેહીઓ સાથેનો મેળમિલાપ વધશે. પરિવાર અથવા સમાજને લગતા કાર્યોમાં કોઇપણ નિર્ણય લેવામાં વધુ પડતી લાગણીશીલતા છોડીને વ્યવહારુ અભિગમ અપનાવજો. પિતા અને મિત્રો તરફથી કામકાજમાં સહકાર મળવાની આશા રાખી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસના કાર્યો ધીમી પરંતુ એકધારી ગતિએ ચાલતા રહેશે. તમને મનપસંદ વિષયોમાં વધુ ઊંડા ઉતરવાની ઇચ્છા થશે જેથી કંઇક નવું શીખવાનો પ્રયાસ કરશો. જોકે, અત્યારે તમે નિયમિત અભ્યાસમાં ધ્યાન આપો તે વધુ જરૂરી છે. સ્વાસ્થ્ય સુખાકારી માટે આ સપ્તાહ અનુકૂળ રહેશે.

ABOUT THE AUTHOR

...view details