મેષ: આપના શરીર તથા મનમાં સ્ફૂર્તિ આવે અને તમે આનંદિત રહો તેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની સલાહ છે. તાવ, શરદી કે કફ જેવી સમસ્યાઓ હોય તેમણે સારવારમાં જરાય ગાફેલ રહેવું નહીં. સેવા કાર્યોમાં વધુ પડતો ખર્ચ ના થાય તે જોવું અને બીજાની અંગત બાબતોમાં પડવું નહીં. આપ ખોટા પ્રલોભનોથી દૂર રહેવું. જમીન કે મકાનને લગતા દસ્તાવેજોમાં સતર્ક રહેવું. માતાની તંદુરસ્તીનું આજે ધ્યાન રાખવાની સલાહ છે. હમણાં આપે કોઇના જામીન ન બનવું જોઇએ.
વૃષભ: પરિવારમાં સુખશાંતિ જળવાશે. કુટુંબ અને મિત્રો સાથે આનંદની પળો માણશો, આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. રમણીય સ્થળે પર્યટનનું આયોજન થાય. સ્ત્રી વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. પુત્ર અને પત્નીથી આનંદદાયક સમાચાર મળે. શ્રેષ્ઠ દાંપત્યસુખની અનુભૂતિ થાય.
મિથુન: આજનો દિવસ સારો હોવાને કારણે આપનું દરેક કાર્ય સારી રીતે પાર પડશે. ઘર અને ઓફિસનું વાતાવરણ પ્રફુલ્લિત અને આનંદમય રહેશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓની મદદથી આપ પ્રગતિને પંથે આગળ વધી શકશો. પારિવારિક જીવનમાં ખુશી રહેશે. સુખી લગ્નજીવન માણી શકશો. સરકારી કામકાજમાં વિઘ્નો દૂર થશે અને કામ સરળતાથી પૂરા થશે.
કર્ક: આજે આપની ભાગ્યવૃદ્ધિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્છનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે. ધાર્મિક કાર્યો કે યાત્રા પાછળ ધનખર્ચ થાય. કુટુંબીજનો અને સહોદરો સાથે સુખમય દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ લાભ મળશે.
સિંહ: આજે આપે આરોગ્યની વિશેષ સંભાળ લેવાની રહેશે. તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્મક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવાની સલાહ છે. પરિવારના સભ્યો સાથે શાંતિ અને ધીરજપૂર્ણ વર્તન કરવું અને દરેકને આદર આપવો તેમજ તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અનૈતિક કાર્યથી દૂર રહેવાની સલાહ છે. ઇષ્ટદેવનું નામસ્મરણ અને આધ્યાત્િમક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.
કન્યા: આપ સમાજમાં યશ પ્રતિષ્ઠા અને નામના મેળવી શકશો. સ્ત્રીઓથી ફાયદો થઇ શકે. લગ્નજીવનમાં આનંદનો અનુભવ થશે. નવા પરિધાન તેમ જ અલંકારો ખરીદી શકશો. વિજાતીય પાત્રને મળવાનું થાય અને તેમની સાથે સંબંધો વધે. આ સમય ભાગીદારી કરવા ઇચ્છતા લોકો માટે પણ સારો છે. પ્રવાસના યોગ પણ જણાઈ રહ્યા છે.