બેલગાવી/કર્ણાટકઃ લગ્ન એ વ્યક્તિના જીવનનો મહત્વનો પ્રસંગ હોય છે. દરેક વ્યક્તિનું એવું સપનું હોય છે કે, તેના લગ્ન અલગ રીતે થાય. આ કારણોસર તેઓ લગ્ન માટે કંઈક અલગ વ્યવસ્થા કરતા હોય છે. એક યુગલે લગ્ન કંકોત્રી ખૂબ જ અલગ રીતે છપાવી છે.
બસવરાજા બિરાદરા અને પાર્વથીએ તેમના લગ્નની કંકોત્રી પરીક્ષાની હૉલ ટિકીટના ફૉર્મેટમાં છપાવવાનું નક્કી કર્યું. આની પાછળનો મૂળ ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ભય વગર પરીક્ષા આપી શકે અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે તે માટે તેમણે એક ઉમદા પ્રયાસ કર્યો છે.