હૈદરાબાદ: ભારતીય હવામાન વિભાગે POKના હવામાનની આગાહી કરવાની શરૂવાત કરી હતી. જે બાદ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના હવામાન વિશે માહિતી આપવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાન હવામાન વિભાગે જ્યારે POK(પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)ના મોટા શહેરોના હવામાન વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. POK ભારતનો અભિન્ન ભાગ છે, તેથી હવામાન વિભાગે આ શરૂઆત કરી છે. પાકિસ્તાને આવા પગલાં લીધાં હોય એ આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ પાકિસ્તાને આવી હરકતો કરી છે.
ગિલગિત-બાલ્ટિસ્તાનનો સમગ્ર ઘટનાક્રમ
29-04-2020:
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ગિલગિત-બાલ્ટિસ્તાનના એડવોકેટ જનરલને નોટિસ ફટકારી ગિલગિત-બાલ્ટિસ્તાન ઓર્ડર 2018માં સુધારવા કરવા માટે તેમજ કાર્યકારી સરકાર સ્થાપવાની સૂચના આપી હતી.
04-05-2020:
ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જો તે ગિલગીત-બાલ્ટિસ્તાન પર કબજો કરવાનો ઈરાદો નહીં છોડે તો પરિણામ ઘાતક આવશે.
વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, ગેરકાયદેસર અને બળજબરીથી કબજે કરેલા વિસ્તારો પર પાકિસ્તાનની સરકાર અથવા તેના ન્યાયતંત્રનો કોઈ હક નથી. પાકિસ્તાને તાત્કાલિક તમામ વિસ્તારોને ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરવા જોઈએ.
ભારતીય હવામાન વિભાગે ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને મીરપુરને જમ્મુ-કાશ્મીરના તાબા હેઠળ મૂક્યો હતો.
10-05-2020:
પાકિસ્તાનના નેશનલ રેડિયો બ્રોડકાસ્ટ રેડિયો પાકિસ્તાને જમ્મુ, પુલવામા, લદાખ વગેરે જેવા વિવિધ સ્થળોના મહત્તમ અને લઘુત્તમ તાપમાન વિશે માહિતી આપતું ટ્વિટ કર્યું હતું.
ગિલગિત-બાલ્ટિસ્તાન ઓર્ડર-2018 શું છે?
પાકિસ્તાને 2009માં ગિલગિત-બાલ્ટિસ્તાન સશક્તિકરણ અને સેલ્ફ-ગવર્નન્સ ઓર્ડર-2009ની શરૂઆત કરીને ગિલગિત-બાલ્ટિસ્તાનમાં કાયદાકીય ફેરફારો કર્યા હતો. જેમાં તેનું નામ બદલીને ઉત્તરી પ્રદેશોથી બદલીને ગિલગિત-બાલ્ટિસ્તાન કર્યું હતું.
આ આદેશ હેઠળ સેલ્ફ-ગવર્નન્સ માટે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલની નિમણૂક કરવાની સાથે ગિલગિત-બાલ્ટિસ્તાનને એક પ્રાંતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ રીતેે બંધારણની દ્રષ્ટીએ આ પ્રાંત હજૂ પણ પાકિસ્તાનમાં સમાવિષ્ટ નથી.
આ અગાઉના ઓર્ડરને બદલીને મે 2018માં ગિલગીત-બાલ્ટિસ્તાન ઓર્ડર-2018 પસાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકાર દ્વારા વિવાદિત વિસ્તારાને 5મા પ્રાંત તરીકે સ્થાપિત કરવાના વધુ એક પ્રયત્ન ગણવામાં આવ્યો હતો.
ગિલગિત-બાલ્ટિસ્તાનનો ઈતિહાસ
ગિલગિત-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીરના વાયવ્ય ખૂણામાં વધુ ઉંચાઈ પર આવેલા વિસ્તારનો એક ભાગ છે.
1846માં જમ્મુ-કાશ્મીરનો હિસ્સો બન્યો ગિલગિત-બાલ્ટિસ્તાન
ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકોને ભારત કરતા મધ્ય એશિયાની જન-જાતિઓની વધુ નજીક માનવામાં આવે છે. 1842માં ડોગરા કમાન્ડર વસિરલખપતની જીતને કારણે આ પ્રદેશ પર શીખો અને ડોગરોનું શાસન હતું.
1846ના એંગ્લો-શીખ યુદ્ધમાં શીખની હાર થઈ હતી. જે બાદ ગિલગિત-બાલ્ટિસ્તાનને જમ્મુ અને કાશ્મીરના રજવાડાનો ભાગ બનાવવામાં આવ્યો હતો. જો કે, આ વિસ્તાર હજૂ પણ ડોંગરા શાસન હેઠળ જ હતો.
ગિલગીત-બાલ્ટિસ્તાનમાં બ્રિટીશ શાસન-1935
ભારતની ઉત્તરીય સરહદોમાં વ્યૂહાત્મક સ્થાન હોવાને કારણે 1935માં બ્રિટિશરોએ-ગિલગીત બાલ્ટિસ્તાનના વિસ્તારને ભાડે આપી દીધો હતો.
જે 1947માં ભારત આઝાદ થયા બાદ બ્રિટિશરોએ આ પ્રદેશ જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંંહને પાછો સોપી દીધો હતો.
મહારાજા હરિસિંહે બ્રિગેડિયર ઘનસાર સિંઘને ગિલગિત-બાલ્ટિસ્તાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. તેમજ મેજર ડબ્લ્યુ. એ બ્રાઉન અને કેપ્ટન એ. મેથિસનને ગિલગીત સ્કાઉટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
અંખડ ભારતના ભાગલા બાદ જ્યારે દેશના રજવાડાઓને ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવાનો વિકલ્પ આપવામાં આવ્યો, ત્યારે જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારતને સ્વીકારી લીધું. જે કારણે ગિલગિત-બાલ્ટિસ્તાનના સ્થાનિક લોકોએ બળવો કર્યો હતો. તેમજ તેમને મેજર બ્રાઉને બ્રિગેડિયર ઘનસારા સિંહને કેદ કરી લીધા હતા.
2 નવેમ્બર, 1947ના રોજ સ્થાનિકોએ પોતાના મુખ્યકાર્યાલય પર પાકિસ્તાની ધ્વજ લહેરાવ્યો હતો. આ સાથે જ જાહેરાત કરી કે, ગિલગીત પાકિસ્તાનમાં જોડાશે. પાકિસ્તાની સેના અને આદિવાસીઓએ આ વિસ્તાર પર કબજો કર્યો હતો. અને આસપાસના વિસ્તારોમાં હુમલા કરવા માટે આ વિસ્તારનો ઉપયોગ બેઝ તરિકે કરતા હતા.
ગિલગીત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાને વહીવટ સંભાળ્યો- 1947
16 નવેમ્બર 1947ના રોજ ગિલગીત-બાલ્ટિસ્તાન પાકિસ્તાન સરકારના વાસ્તવિક નિયંત્રણમાં આવ્યું હતું. જો કે, સમય જતાં તેના વહીવટની પ્રકૃતિ ઢીલી અને બદલાતી રહી છે.
1975માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના વડાપ્રધાન હતા. એ સમય દરમિયાન આઝાદ કાશ્મીર તરીકે ઓળખાતા ગિલગિત-બાલ્ટિસ્તાનને સ્વતંત્ર બંધારણ ન મળવાને કારણે પાકિસ્તાને આ વિસ્તારમાં મનસ્વી શાસન કરવાનું શરૂ કર્યું હતું.
પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ 1999માં વહીવટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં સલાહકાર પરિષદનું નામ બદલીને ઉત્તરીય વિધાન પરિષદ કરવામાં આવ્યું હતું.