ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શરદ પવારનું વિવાદિત નિવેદન, બબનરાવને બંગડી પહેરી લેવી જોઈએ

મુંબઈઃ કોમ્યુનીષ્ટ પાર્ટી પ્રમુખ શરદ પવાર 21 ઓક્ટોબરે યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કોમ્યુનીષ્ટ પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ શેલારને ટેકો આપવા શ્રી ગોંદા પહોંચ્યા હતાં. ત્યાં તેઓએ પૂર્વ કોમ્યુનીષ્ટ પાર્ટીના પ્રધાન બબનરાવ પાચપુતે પર શાબ્દિક પ્રહાર કર્યા હતાં.

શરદ પવાર

By

Published : Oct 17, 2019, 9:26 AM IST

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કોમ્યુનીષ્ટ પાર્ટીના ઉમેદવાર ઘનશ્યામ શેલારના પ્રચાર માટે શ્રી ગોંદા પહોંચ્યા હતાં. ત્યાં તેઓએ પૂર્વ કોમ્યુનીષ્ટ પાર્ટી પ્રધાન બબનરાવ પાચપુતે પર આકરા પ્રહાર કર્યા હતાં.

પવારે જણાવ્યું હતું કે, "પાચપુતેએ હાલમાં જ એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે, તેમણે કોંગ્રેસ- કોમ્યુનીસ્ટ પાર્ટી સરકારમાં 13 વર્ષો સુધી મંત્રી પદ સંભાળ્યું, પણ તેમની પાસે ફક્ત હસ્તાક્ષર કરવાનો જ અધિકાર હતો. તે એટલું પણ નથી સમજતાં કે, જ્યારે કોઈ મંત્રી કોઈ વસ્તુ પર હસ્તાક્ષર કરે છે ત્યારે તે આદેશ બની જાય છે. તે કામને મજૂરી મળે છે. હવે શું કહેવું આ વાત પર. જ્યારે તે પોતે જ કહી રહ્યાં છે કે, તેમની પાસે હસ્તાક્ષર કરવાનો અધિકાર હતો છતાં તે કંઈ પણ કરી શક્યા નથી. જો તેઓ મંત્રી રહેવા છતાં પણ લોકો માટે કંઈ નથી કરી શક્યાં તો તેમણે બંગડી પહેરી લેવી જોઈએ."

આમ, બી઼ડ વિધાનસભા ક્ષેત્રમાં કોમ્યુનીસ્ટ પાર્ટી ઉમેદવાર સંદીપ ક્ષીરસાગર માટે પ્રચાર કરતી વખતે પવારે પાર્ટીના વધુ એક પૂર્વ પ્રધાન અને હાલના પ્રધાન જયદત્તને પણ આડે હાથ લીધા હતાં.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોમ્યુનીસ્ટ પાર્ટી પ્રધાન બબનરાવ પાચપુતે 2014માં ભાજપમાં જોડાયા હતાં. તેમણે અહમદનગર જિલ્લાની શ્રી ગોંદા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

ABOUT THE AUTHOR

...view details