ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અમે BJP સાથે ગઠબંધન નહીં કરીએ, ધારાસભ્યો અફવાઓ પર ધ્યાન ન આપે: કુમારસ્વામી - ભાજપ

બેંગલુરૂ: કર્ણાટકમાં કોંગ્રેસ અને JDS ગઠબંધનની સરકાર વિધાનસભામાં બહુમત સાબિત કરી ન શકી જેને લઇને કુમારસ્વામીની સરકાર પડી ગઇ હતી. ત્યાર બાદ કર્ણાટક ભાજપના ટોંચના નેતા યેદુયુરપ્પાના નેતૃત્વ વાળી સરકાર બની છે. જેની વચ્ચે JDS નેતા અને કર્ણાટકમાં ગઠબંધન સરકારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કુમારસ્વામીએ એક મોટુ નિવેદન આપ્યું છે. અને જણાવ્યું છે કે ભાજપા સાથે ગઠબંધનને લઇને સમાચાર મળ્યા છે. અને તેનો કોઇ પણ આધાર નથી.

અમે BJP સાથે ગઠબંધન નહીં કરીએ, ધારાસભ્યો અફવાઓ પર ધ્યાન ન આપે: કુમારસ્વામી

By

Published : Jul 28, 2019, 1:57 AM IST

કુમારસ્વામીએ કહ્યું કે ધારાસભ્યો અને પાર્ટીના કાર્યકર્તાઓએ એવી અફવાઓ પર ધ્યાન ન આપવુ જોઇએ. તેઓએ કહ્યું કે 'જનસેવા' થી પક્ષ બનાવ્યો છે. અને જનતા માટે અમારી લડાઇ આગળ પણ ચાલુ જ રહેશે. કર્ણાટકના આ સમગ્ર વિવાદો વચ્ચે યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતાં અને 4થી વાર કર્ણાટકમાં પોતાની સરકાર બનાવી હતી.

ABOUT THE AUTHOR

...view details