નવી દિલ્હીઃ સીમા પર ચીનની તૈયારીને લઈને વાયુ સેનાના પ્રમુખ ભદૌરિયાએ કહ્યું, દુશ્મનને ઓછું આંકવામાં કોઈ સવાલ જ નથી, પરંતુ ખાતરી રાખો કોઈ પણ સ્થિતિનો સામનો કરવા વાયુ સેના મજબૂતીથી તહેનાત છે. ચીન સાથે લદ્દાખની સીમા પર ચાલી રહેલા તણાવ વચ્ચે વાયુ સેના પ્રમુખ ભદૌરિયાએ કહ્યું કે, ચીન સાથે મુકાબલો કરવા માટે અમે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ.
ચીનનો મુકાબલો કરવા માટે અમે યોગ્ય સ્થિતિમાં છીએઃ IAF ચીફ ભદૌરિયા
સીમા પર ચીનની તૈયારીને લઈને વાયુ સેનાના પ્રમુખ ભદૌરિયાએ કહ્યું, દુશ્મનને ઓછું આંકવાનું કોઈ કારણ નથી. પરંતુ ભારતીય વાયુ સેના પણ કોઈ પણ સ્થિતિનો મુકાબલો કરવા સજ્જ અને તૈયાર છે.
એર ચીફ માર્શલ ભદૌરિયાએ લદ્દાખમાં બંને સેના વચ્ચે ચાલી રહેલા મુકાબલા પર કહ્યું, અમે ચીનને જવાબ આપવા તૈયાર છીએ. ચીન સાથે મુકાબલો કરવા માટે અમે ખૂબ જ સારી સ્થિતિમાં છીએ. મીડિયા દ્વારા જ્યારે લદ્દાખ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વાયુસેનાના એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું, અમે લદ્દાખમાં ખડે પગે તહેનાત છીએ અને આ વાત પર કોઈ સવાલ નથી કે કોઈ પણ સંઘર્ષમાં ચીન ભારત સામે ટકી નહીં શકે. ચીનને અમે જડબાતોડ જવાબ આપીશું.
સીમા પર ચીનની તૈયારીને લઈને વાયુસેના પ્રમુખે કહ્યું, શત્રુને ઓછું આંકવામાં કોઈ સવાલ જ નથી, પરંતુ ખાતરી રાખો કોઈ પણ મુકાબલાનો સામનો કરવા માટે વાયુ સેના તૈયાર છે. હાલમાં વાયુ સેનામાં ઔપચારિક રૂપથી સામેલ કરવામાં આવેલા લડાકૂ વિમાન રાફેલ વિશે એરચીફ માર્શલે કહ્યું, આ તહેનાત થવાથી વાયુ સેનાને સંચાલનાત્મક રીતે ટેકો મળશે. દેશની સામેના પડકારોને જટિલ બતાવતા તેમણે કહ્યું, અમે બે મોર્ચા પર યુદ્ધ સહિત સંઘર્ષ માટે તૈયાર છીએ.