પાકિસ્તાનના વિમાનો ભારતીય સેનાના ઠેકાણાને ટાર્ગેટ બનાવવાની કોશિશ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ત્રણેય પાંખના મુખ્યાએ કહ્યું કે, પાકિસ્તાને બુધવારે તેના ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવાના નિર્ણયથી તણાવ વધારી દીધો છે. અને ભારત કોઇ પણ પરિસ્થિતીમાં તેને આકરો જવાબ આપવા માટે તૈયાર છે.
અમે સંપૂર્ણપણે તૈયાર છીએ : સંરક્ષણ દળ - Defence
નવી દિલ્હી : આર્મી, નૌકાદળ અને વાયુદળે બુધવારે જણાવ્યું છે કે, ઈસ્લામાબાદ સામે કોઇ પણ રીતે સામનો કરવા સંપૂર્ણ રીતે તૈયાર છીએ. સંરક્ષણદળોએ આ નિવેદનને તેવા સમયે આપ્યું છે, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને પકડેલા વાયુસેનના પાયલટને મૂક્ત કરવાની જાહેરાત કરી હતી.
સ્પોટ ફોટો
વાયુદળના એક અધિકારીએ જણાવ્યું કે, " સેનાના ઠેકાણાઓને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન વાયુસેનાના વિમાનોને ભારતીય વાયુસેનાના વિમાનોએ રોકી અને તેના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
વાયુસેનાનાં એક અધિકારીના જણાવ્યાં અનુસાર બુધવારે ભારતીય સૈન્યના ઠેકાણાઓને નિશાને બનાવીને કરેલા હુમલા પછી તેમણે ખોટા નિવેદન આપ્યા હતા.