ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આપણે એક મહાયુધ્ધ લડી રહ્યા છીએ - દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ

આપણે એક મહાયુધ્ધ લડી રહ્યા છીએ. વિશ્વભર કોરોના વાઇરસ સામે લડી રહ્યુ છે અને તેનું વર્ણન કરવાની બીજી કોઇ રીત નથી. કોરોના વાઇરસ નામનો દુશ્મન ભલે અદ્રશ્ય હોય પણ ભુતકાળમાં જે મુશ્કેલીઓનો સામનો કર્યો તેના કરતા આ મુશ્કેલી જીવલેણ છે. આ મહાયુધ્ધમાં કેટલા માણસો મોતને ભેટશે તે આપણે જાણતા નથી. પરતુ, હાલ આપણે આપણી સુખાકારી, આપણી જીવન શૈલી અને સંભવિત આપણુ ભવિષ્ય વેરવિખેર થયું છે.

ETV BHARAT
આપણે એક મહાયુધ્ધ લડી રહ્યા છીએ

By

Published : Mar 26, 2020, 9:57 AM IST

ન્યૂઝ ડેસ્કઃ ભુતકાળમાં સૈનિકો યુનિફોર્મ પહેરીને લડત લડતા હતા અને ભારતના નાગરિકો આ લડતથી દુર હતા. પણ હવે બધુ જ બદલાઇ ગયુ છે અને આજે દરેક નાગરિકને સૈનિક બનવાની જરૂરિયાત છે. દરેક નાગરિકને સૈનિકમાં પરિવર્તિત થવુ સરળ ન હોય શકે પણ લશ્કરી જીવન પાઠ તેમને ચોક્કસ માર્ગદર્શન પુરૂં પાડશે.

જ્યારે સૈનિકો દુશ્મનો પર હુમલો કરે છે ત્યારે દુર રહેલા તેમના અન્ય સૈનિકો હજારો કિલો વિસ્ફોટકો સાથે ધડાકો કરવા માટે તૈયાર ઉભા હોય છે અને જાનહાની ઘટાડવા માટે લાબાં અતંરમાં વિસ્ફોટ પણ કરે છે. તો સૈનિકોની પાછળ રહેલું અન્ય દળ એ સુનિશ્ચિત કરે છે કે દારૂગોળો, ખોરાક અને અન્ય જરૂરી વસ્તુઓ દરેક સૈનિક સુધી પહોંચે. જો આ સ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાનું કામ યોગ્ય રીતે ન કરે તો યુધ્ધ હારી જવાય છે.

આજે આપણે એવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીંએ કે જ્યાં આગળ કોઇ સૈનિકો નથી કે સલામત ક્ષેત્ર નથી. અમીર-ગરીબ વચ્ચે ભેદ નથી. હાલ આપણા તબીબો, નર્સો, પોલીસ અધિકારીઓ અને ઇમરજન્સી સ્ટાફ કોરોના વાઇરસ સામેના યુધ્ધની આગેવાની કરી રહ્યું છે, ત્યારે દરેક નાગરિકે આ સ્થિતિનો ભાર ઓછો કરવા માટે સૈનિક બનવાની જરૂર છે.

દક્ષિણ કોરિયામાં, 20 જાન્યુઆરીએ પ્રથમ કોરોના વાઇરસ કેસ મળી આવ્યો અને 4 અઠવાડિયા પછી, કેસ ફક્ત 30 જ રહ્યા. દર્દી 31, હવે તેને કુખ્યાત કહેવામાં આવે છે, તેણે પ્રારંભિક પરીક્ષણનો ઇનકાર કર્યો હતો અને તેણી તેની સામાજિક વ્યસ્તતાઓ સાથે ચાલુ રહી હતી. શિંનજીજી ચર્ચ ક્લસ્ટર, જેમાં તેણે ચેપ લાગ્યો હતો, તે દરમિયાન દક્ષિણ કોરિયાના તમામ કેસોમાં 60 ટકા હિસ્સો છે. આ સ્પષ્ટ પાઠ છે કે જો આપણામાંથી કોઈ પણ સરકી જશે તો આપણે બધા લડત ગુમાવીશું.

દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ 20 જાન્યુઆરીએ મળી આવ્યો અને સતત ચાર સપ્તાહ સુધી કોરોના પોઝિટિવનો આંક 30 સુધી હતો. પણ 31 નંબરના દર્દીએ તેની તપાસ કરાવવા માટેની ના પાડી અને બાદમાં સતત કેસ વધ્યા છે. હાલ કુલ કેસના 60 ટકા કેસ આ વ્યક્તિની બેદરકારીને કારણે થયા છે. ત્યારે એક વાત સ્પષ્ટ છે કે, આપણામાંથી પણ કોઇએ આ ભુલ કરી તો આપણે કોરોના મહામારી સામેની લડત હારી જઇ શકીએ છીએ.

કોઇપણ લશ્કરની લડત ત્યારે જ અસરકારક રહે છે કે, જ્યારે હુકમનું કડકપણે પાલન થાય, સેમ્યુઅલ હન્ટિટને આદેશ પાલનને સેનાનો સર્વોચ્ચ ગુણ ગણાવ્યો છે. તો તાત્કાલિક ધોરણે હુકમનું પાલન ન થાય તો યુધ્ધ જીતી શકાય નહીં. કોરોના વાઇરસ સામેની લડતમાં આપણે કટિબંધ અને પ્રતિબધ હોવા જોઇએ. માટે આલોચના અને જવાબદારી સ્પષ્ટ હોવી જોઇએ. હાલ આપણે જે સામનો કરી રહ્યા છીએ તે જોખમી છે અને તેને કારણે ખર્ચ અને નિષ્ફળતા વધારે છે.

ઇતિહાસ નક્કી કરશે તે રાજકીય નેતાઓએ આ સંકટના સમયે લીધેલા નિર્ણયો યોગ્ય હતા કે નહીં, પણ હાલ સમય આ પ્રકારની ચર્ચાને છેડવાનો નથી. આપણે આપણી સિસ્ટમમાં વિશ્વાસ મુકીને એક સૈનિકની માફક લડીને દુશ્મનને હરાવવાની જરૂર છે.

આપણે ઘણીવાર કહીએ છીએ કે, જ્યારે દુશ્મન સામે આવે ત્યારે બચવા માટે કોઇ પ્લાન હોતા નથી પણ જેમ જેમ ગોળીએ છુટવાનુ શરૂ થાય છે તેમ તેમ પરિસ્થિતિ બદલાઇ છે અને લડતના મેદાનમાં વચ્ચે રહેલા સૈનિકે બદલાતા સંજોગોને ઝડપથી સ્વીકારવા પડે છે. જો કે, સૈનિકો લડત દરમિયાન અલગ અલગ યોજનાઓ અને અભિગમ અપનાવી શકે છે, તેમ છંતાય, લક્ષ્ય અસ્થિર રહે છે.

એક નાગરિક તરીકે આપણે કોરોના વાઇરસ સામે લડત લડી રહ્યા છીએ, ત્યારે અણધારી આફતો પણ આવશે. ત્યારે તે ભુલીને આપણે લડત સામેની વિવિધ યોજનાઓ અપનાવવી જોઇએ. પણ આપણે તે ન ભુલવું જોઇએ કે, આપણે કોરોના વાઇરસને ફેલાતો રોકવો છે. આપણું દરેક કાર્ય માત્ર એક લક્ષય તરફ હોવુ જોઇએ અને તે છે કોરોના સામે લડત કરવી.

અંતે એક મહત્વની વાત એ પણ નોંધ કરવી જોઇએ કે, સૈનિક લડત આપે છે કારણ કે તેને ખબર છે કે સરકાર તેને તમામ બનતી મદદ કરશે. જે સૈનિક અને સરકાર વચ્ચે બિન લેખિત પણ સમજણ ધરાવતો કારર પણ છે. જ્યારે લડાઇ દરમિયાન સૈનિક જાન દાવ પર લગાવે છે કે ગુમાવે છે ત્યારે સરકાર પણ સૈનિકના પરિવાર સુરક્ષાને સુરક્ષા અને વળતર આપવા માટે બંધાયેલી છે.

કોરોના વાઇરસની સામેની લડતમાં નાગરિકો એવા સૈનિકોને બલિદાન આપવાની જરૂર છે. તેની સામે સરકારે નાગરિકની ચિંતા ઓછી કરવા જીવન જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ અને તેમજ ઉમર લાયક લોકોના આરોગ્યની તેમજ આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે ખાતરી આપવી જોઇએ.

કોરોના વાઇરસને કારણે આવેલા લોકડાઉનથી દેશના અર્થતંત્ર પર પડનારી અસર અત્યારથી જ જણાય રહી છે. ખાસ કરીને દરરોજની આવક મેળવનારાને અસર થશે તો દરેક ધંધાને અસર થશે. સાથેસાથે બેરોજગારીનો આંક પણ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડના સંચાલકો માની રહ્યા છે કે વર્ષ 2008માં આવેલી મંદી કરતા મોટી મંદી આવી શકે તેમ છે. ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે સ્થિતિનો તાગ મેળવીને ગરીબ, વરિષ્ઠ નાગરિકો, વેપારીઓની આર્થિક સુરક્ષા માટે આયોજન કરવું જોઇએ.

દેશમાં સૈન્ય સજ્જ છે પણ જ્યાં સુધી સૈનિકો તેમના જીવનને જોખમમાં મુકીને લડવા માટે તૈયાર ન થાય ત્યાં સુધી યુધ્ધ જીતી શકાય નહીં. આજે આપણું જીવન અને જીવન શૈલી પર મોટું જોખમ છે, ત્યારે વિજય મેળવવો હોય તો બલિદાન આપવુ જ પડશે. મહાત્મા ગાંધીના એ શબ્દો યાદ અપાવે છે કે, તમે આજે જે કરશો તે તમારૂં ભવિષ્ય બનશે.

ABOUT THE AUTHOR

...view details