ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હું ભગવાન રામની વંશજ છું, ભાજપના સાંસદે કર્યો દાવો ! - ભાજપ

જયપુરઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે કોર્ટે રામમંદિરના વકીલને પુછ્યું હતું કે, શું ભગવાન રામના કોઈ વશંજ છે. આ દુનિયામાં? વકીલે કહ્યું હતું કે, આ અંગે અમને કોઈ જાણકારી નથી. આ વચ્ચે જયપુરના રાજપરિવારે દાવો કર્યો છે કે, અમે ભગવાન રામના મોટા પૂત્ર કુશના નામ પર આધારિત કચ્છવાહા/કુશવાહાવંશના વંશજ. આ વાત ઈતિહાસમાં નોંધ થયેલી છે. ભાજપના સાસંદ અને પૂર્વ રાજકુમારી દીયાકુમારીએ Etv Bharat સાથેની વાતચીતમાં તેનો પૂરાવો પણ આપ્યો હતો.

હા, હું ભગવાન રામની વશંજ છું, ભાજપના સાસંદે કર્યો દાવો !

By

Published : Aug 11, 2019, 8:35 PM IST

Updated : Aug 12, 2019, 9:54 AM IST

દીયાકુમારીએ આપ્યા ત્રણ પૂરાવા

જયપુરના રાજપરિવારની સભ્ય અને રાજસમંદ લોકસભા મતવિસ્તારના સાસંદ દીયાકુમારીએ એક વંશાવલી બતાવી હતી, જેમાં ભગવાન શ્રીરામના વંશના તમામ પૂર્વજોના નામ લખેલા છે. જેમાં 289માં વંશજ સવાઈ જયસિંહ અને 307માં વંશજ મહારાજા ભવાનીસિંહનું નામ લખેલુ છે. આ ઉપરાંત પોથીના નકશા પણ છે. જયપુરના મહારાજા સવાઈ જયસિંહ ભગવાન શ્રીરામના મોટા પૂત્ર કુશના 289માં વંશજ હતા. આ દસ્તાવેજ, અને નકશા સાબિત કરે છે કે, અયોધ્યાના જયસિંહપુરા અને રામ જન્મસ્થાન સવાઈ જયસિંહ દ્રિતિયના આધિન છે. 1176માં એક હુકમ થયો હતો કે, જયસિંહપુરાની ભૂમિ ઉપર કચ્છવાહાનો અધિકાર છે. કુશવાહા વંશના 63માં વંશજ હતા શ્રીરામ, રાજકુમારી દીયાકુમારી 308 અને તેમના પુત્ર 309મી પેઢી છે.

રાજકીય લાભ માટે નહીં પણ અંતરઆત્માના અવાજ પર બહાર આવી છે: દીયાકુમારી

હા, હું ભગવાન રામની વશંજ છું, ભાજપના સાંસદે કર્યો દાવો !

જયપુરના પૂર્વ રાજઘરાનનાં સભ્ય દીયાકુમારીનું કહેવું છે કે, દુનિયાભરમાં ભગવાન રામના વંશજ છે. જેમાં અમારા પરિવારનો પણ સમાવેશ થાય છે. અમે ભગવાન રામના વંશજ કુશના વંશજ છીએ. જે ઈતિહાસમાં જગજાહેર છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રામમંદિર કેસની સુનાવણી ઝડપથી થાય અને કોર્ટ તેની પર જલ્દીથી નિર્ણય કરે. તેમણે કહ્યુ હતું કે, લોકો મારા નિવેદને રાજકારણથી જોડે છે, પરંતુ હું કોઈ રાજકીય લાભ લેવાની વાત નથી કરતી.

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થવુ જોઈએ- દીયાકુમારી

Etv Bharat સાથેની વાતચીતમાં દીયાકુમારીએ દીલની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય રામમંદિર બનવુ જોઈએ. એ માટે જે પણ સહયોગની જરુર હશે તે કરવાની તૈયારી પણ બતાવી હતી. આ ઉપરાંત જરુર પડે તો તેઓ શ્રીરામનાં વંશજ છે તે સાબિત કરવા કોર્ટમાં આધાર-પૂરાવા રજૂ કરવાનો દાવો કર્યો હતો.

Last Updated : Aug 12, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details