નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે JNUમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે કાર્યક્રમનું સંબોધન કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટ CAAને માન્યતા આપે, અને મુસલમાનોને ડિટેશન કેમ્પમાં મોકલવામાં આવેશે. જો આવુ થાય તો દેશભરમાં મહા આંદોલન થવું જોઈએ.
JNUમાં ચિદમ્બરમ, કહ્યું- આપણાી લડત સામે સરકારે નમવું પડશે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમએ JNU પરિષરમાં સંબોધન કરતા કહ્યું કે, જો સુપ્રીમ કોર્ટ CAAને માન્ય રાખશે તો મુસલમાનોને ડિટેશન કેમ્પમાં મોકલવામાં આવશે. જો આવુ થાય તો દેશભરમાં મહા આંદોલન કરવું જોઈએ.
આપણે CA કાયદો સરકારને પરત કરવા સક્ષમ છીએ- પી.ચિદમ્બરમ
આપણે સરકારને કાનુન પરત ખેંચાવવા સક્ષમ છીએ
જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલયના પરિષરમાં ચિદંબરમે કહ્યું કે, આસામમાં NRC બાદ 19 લાખ લોકોનું નામ રાષ્ટ્રીય નાગરિક નોંધણીમાંથી બાકાત રાખ્યા બાદ, સરકાર હવે CAA લાવી છે. જે અંતર્ગત 12 લાખ હિન્દુઓને નાગરિકતા આપવામાં આવશે. NPRનો રાજનૈતિક વિરોધ કરવો જોઈએ. આપણને આ કાયદાનો વિરોધ કરી રહેલા દરેક લોકોનું સમર્થન મળવું જોઈએ. આપણે સરકારને કાયદો પરત ખેંચાવવા સક્ષમ છીએ.