નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં પશ્ચિમ બંગાળને ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ સમાવેશ કરવા કહ્યું છે.
ચૌધરીએ કહ્યું કે, તમે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની જાહેરાત કરી છે. જેમાં 6 રાજ્યોના 116 જિલ્લાઓ સામેલ છે. આ કાર્યક્રમ 125 દિવસ સુધી ચાલુ રહેશે. જેમાં ઘર પરત ફરેલા પ્રવાસીઓને રોજગાર મળશે.
આ અભિયાનનો હેતુ એ જિલ્લાઓને સામેલ કરવા પર નિર્ધારત કરવામાં આવ્યો છે. જ્યાં પ્રવાસીઓની સંખ્યા ઓછામાં ઓછી 25 હજાર છે. પશ્ચિમ બંગાળમાં લાખો પ્રવાસી લૉકડાઉનના કારણે તેમના વતન પાછા ફર્યા છે. તેઓ હવે બેરોજગાર અને હતાશ છે.
તેમણે પત્રમાં વધુ લખ્યું કે, પશ્ચિમ બંગાળ ભારતના પ્રમુખ રાજ્યોમાંથી એક છે. જ્યાં પ્રવાસીઓને એક મોટો ભાગ છે, પરંતુ એ જોઈ આશ્ચર્ય થાય છે કે, પશ્ચિમ બંગાળ રાજ્યના એક પણ જિલ્લાને ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં સામેલ કરાયો નથી.
તેમણે એ જિલ્લાઓની સંખ્યાનું પુનમૂલ્યાંકન કરવાનો પ્રસ્તાવ કર્યો છે જે કાર્યક્રમમાં સામેલ થવા માટે હકદાર છે.