પશ્ચિમ બંગાળ ગવર્નરની CM મમતા બેનર્જીને અપીલ, કેન્દ્રીય ટીમને સરળતા પ્રદાન કરે - જગદીપ ધનખર
પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડેએ રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આગ્રહ કર્યો છે કે, તે કોરોના સંક્રમણથી વધુ પ્રભાવિત ક્ષેત્રોમાં કેન્દ્રીય ટીમને પોતાનું કામ સરળતાથી કરવામાં મદદ કરે.

WB Governor Jagdeep Dhankhar urge Mamata Banerjee to ensure seamless way for Central Team
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડેએ ગુરૂવારે એક ટ્વીટ દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને આગ્રહ કર્યો કે, તે કેન્દ્રીય ટીમને પોતાનું કામ સરળતાથી કરવા માટે મદદ કરે. ધનખડેએ તે ઉપરાંત રાજ્યમાં WHOની યાત્રા ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે WHOની ટીમની પૂર્વી મિદનાપુર અને વિષ્ણુપુર યાત્રાને લઇને પણ પ્રશ્ન પૂછ્યા હતા કે, તેના શું પરિણામ અને તેનાથી લાભ પ્રાપ્ત થાય છે?