કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખરે ફરીથી મમતા બેનર્જી સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓ માને છે કે કોરોના સામેની લડત અને રાજ્યના વિકાસની વાત અંગે રાજ્ય સરકારનું વલણ યોગ્ય નથી.
ધનખરે એક ટ્વિટમાં કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં કોરોના સામે ચાલી રહેલી લડત હોય કે રાજ્યનો વિકાસ, રાજ્ય સરકારનો અભિગમ યોગ્ય નથી.'
રાજ્યમાં ખેડુતોના હિત અને સારી આરોગ્ય સંભાળના મુદ્દા પર મમતા સરકારનું ધ્યાન દોરતા રાજ્યપાલે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે, 'રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી યોજનાઓને રાજ્યમાં અમલમાં મૂકવી જોઈએ, જેથી ખેડૂતોને ફાયદો થાય અને રાજ્યમાં આરોગ્ય સેવાઓનો વિસ્તાર થવો જોઈએ.
રાજ્યપાલે પોતાની ટ્વિટમાં સૂચન કર્યું છે કે, ખેડૂતોને સાત હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, તેમને ઓડીએફ કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ આપી શકાય છે.