કોલકાતાઃ તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યની શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી. આ અંગે મમતાએ જવાબ આપ્યો કે, રાજ્યપાલ રાજકીય પક્ષની જેમ વાત કરી શકતા નથી.
રાજ્યપાલ રાજકીય પક્ષની જેમ વાત ના કરી શકેઃ મમતા બેનર્જી
તાજેતરમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્યની શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી. આ અંગે મમતાએ જવાબ આપ્યો કે, રાજ્યપાલ રાજકીય પક્ષની જેમ વાત કરી શકતા નથી.
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખડ પર પ્રહાર કર્યા છે. રાજકીય બદલા હેઠળ ભાજપના ધારાસભ્ય ડી.એન. રાયની હત્યા કરવામાં આવી હોવાના દાવા પર મમતાએ કહ્યું હતું કે, રાજ્યપાલે આ આરોપ સાબિત કરવો પડશે અથવા તેઓ પદની વિશ્વસનીયતા ગુમાવશે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જગદીપ ધનખડની રાજ્યની શિક્ષણ પ્રણાલીની ટીકા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, રાજ્યપાલ રાજકીય પક્ષની જેમ વાત કરી શકતા નથી. ધનખડના આરોપો અંગે મમતાએ કહ્યું હતું કે, "અમે રાજ્યપાલ સાથે નિયમિત સંપર્કમાં છીએ, ગઈકાલે મેં તેમની સાથે ચાર વખત વાત કરી હતી."