ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંગાળના રાજ્યપાલ ધનખડે અને ગૃહપ્રધાન શાહ વચ્ચે મુલાકાત, રાજ્યની સ્થિતિ અંગે કરી ચર્ચા - પશ્ચિમ બંગાળની કોરોના સ્થિતિ

બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચે રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વાતચીત થઈ હતી.

a
બંગાળના રાજ્યપાલ ધનખડે અને ગૃહપ્રધાન શાહ વચ્ચે મુલાકાત,રાજ્યની સ્થિતિ અંગે કરી ચર્ચા

By

Published : Jul 20, 2020, 3:31 PM IST

નવી દિલ્હીઃ રાજ્યપાલ અને ગૃહપ્રધાન વચ્ચેની આ બેઠકમાં રાજ્યની કાનૂન વ્યવસ્થા, રાજકીય સ્થિતિ ઉપરાંત કોરોનાથી સર્જાયેલી સમસ્યા અને ભવિષ્યના પડકારો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

આ બેઠક પહેલા ધનખડે કરેલા ટ્વીટમાં તેમણે લખ્યુ હતું કે, 'પશ્ચિમ બંગાળની ચિંતાજનક સ્થિતિ અંગે આજે બપોરે કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે ચર્ચા કરીશે'

તેમણે ટ્વીટમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે,' પશ્ચિમ બંગાળના લોકોનું કલ્યાણ મારી પ્રાથમિકતા છે. દરેક કાર્યનો હેતુ બંગાળના લોકોની પરેશાની ઘટાડવાનો છે.

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યુ હતું કે, તેઓ ગૃહપ્રધાન સાથે બંધારણની કલમ 159ની જોગવાઈ અંગે ચર્ચા કરશે. તેમણે લખ્યુ હતું કે, 'હું પશ્ચિમ બંગાળના લોકો પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્વતા વ્યક્ત કરુ છું'

ABOUT THE AUTHOR

...view details