પાણીનાં સંસાધનોના મહત્ત્વના સ્રોત એવી નદીઓ ભૌતિક રીતે ઉપરના પ્રવાહ અને નીચેના પ્રવાહના વપરાશકારોને જોડે છે. તેમનો પ્રવાહ પાણીના નિયંત્રણની પૂરી તક આપે છે, પરંતુ તે સાથે અંતરાય પણ સર્જે છે. નદીઓનું પ્રબંધન શૂન્યાવકાશમાં નથી આકાર લેતું, પરંતુ જટિલ રાજકીય અને આર્થિક કાર્યમાળખામાં આકાર લે છે. રાજકારણ સત્તા, પ્રભાવ, સંસાધન ફાળવણી અને નીતિના અમલ વિશે છે. પરંતુ રાજકારણ રાજ્યો વચ્ચે સંબંધોને સંભાળવાનું પણ નામ છે.
નદીઓની નીતિ પછી તે નદીઓને જોડવા સંબંધે શુદ્ધ રીતે ડિઝાઇન હોય કે બાંધ અને બેરેજ બાંધવાનું કામ, તે રાજકીય સંદર્ભની અંદર જ હાથ ધરાય છે. નદીઓના તટે આવેલાં રાજ્યો/દેશોના મતો જરૂરી સહકારના સંદર્ભમાં અલગ પડે છે અને તેમાં કોઈ આશ્ચર્ય નથી કે સત્તાની રમત તે પછી ચાલુ થાય છે. હકીકતે નદીઓને હવે દેશની વિદેશ નીતિના સૌમ્ય ભાગ તરીકે જોવાતા નથી. તેના બદલે તેમને વધુને વધુ વિકાસશીલ ઉદ્દેશ્યો અને ઘરેલુ જરૂરિયાતો સાથે જોડવામાં આવે છે અને આ રીતે દ્વિપક્ષીય સંબંધોને જોડે છે.
પ્રદેશમાં પાણીની સમસ્યાઓની પૃષ્ઠભૂમિમાં, સમજદાર નદીતટીય પ્રદેશની નીતિઓ અને “તંદુરસ્ત નદીઓ” યોજનાઓ અપનાવવી જરૂરી છે (નદીતટીય ક્ષેત્ર અથવા નદીતટીય વિસ્તારએ જમીન અને એક નદી અથવા પ્રવાહ વચ્ચેની સપાટી છે) અને એ એટલું જ અગત્યનું છે કે રાજકીય વાસ્તવિકતાઓની અવગણના કરવી ન જોઈએ. અનેક પ્રવર્તમાન સંધિઓનું નવેસરથી મૂલ્યાંકન કરવું પડશે અને પ્રવર્તમાન જળ જ્ઞાનના આધારે નવી સંધિઓ ઘડવી પડશે. સક્રિય ક્ષેત્રીય ખેલાડી તરીકે, ભારત માટે નદીતટીય પ્રદેશના મુદ્દાઓ ક્ષેત્રમાં પાણીથી સર્જાયેલા સંઘર્ષો ઉકેલવામાં મહત્ત્વના રહેશે. આથી પાણીની વધતી જરૂરિયાતો અને અસરકારક ‘હાઇડ્રૉ ડિપ્લૉમસી’ સાથે બૃહદ સુરક્ષા ચિંતાઓ વચ્ચે સંતુલન કરવું પડશે.
પાણી ગ્રહનો મોટો ભાગ આવરી લે છે પરંતુ તેના ત્રણ ટકા જ તાજું પાણી છે અને તેમાં બે ટકા હિમ અને હિમક્ષેત્રના રૂપમાં થીજેલું છે. માત્ર 1 ટકા જે સરોવરો, તળાવો, નદીઓ, ઝરણાં, ખાબોચિયાં, કાદવ ઉપયોગ માટે પ્રાપ્ય છે અને માનવો વપરાશ માટે તેના પર આધારિત છે. જ્યારે પાણીની સમસ્યાનું માપન કરીએ તો આટલું પાણી જ મહત્ત્વનું છે.
ગત સદીમાં વિશ્વની વસતિ ત્રણ ગણી થઈ ગઈ છે અને પાણીનો વપરાશ છ ગણો થઈ ગયો છે. એવો અંદાજ છે કે વર્ષ 2030 સુધીમાં પાણીની માગ હાલમાં છે તે કરતાં 40 ટકા વધુ હશે અને ભારત અને ચીન સહિત ઝડપથી વિકસતા દેશોમાં 50 ટકા વધુ હશે. સંયુક્ત રાષ્ટ્રોના 2004ના અંદાજ મુજબ, વર્ષ 2030 સુધીમાં વિશ્વની વસતિ (ઓછામાં ઓછા અંદાજ મુજબ) 7.5 અબજે પહોંચી ગઈ હશે, (મધ્યમ અંદાજ મુજબ) હાલના 6.7 અબજના સ્તરથી વર્ષ 2050 સુધીમાં 9 અબજે પહોંચી ગઈ હશે. જે દેશો પાણીની તંગી અનુભવી રહ્યા છે, તેમાં વસતિનું પ્રમાણ ઘણું વધશે. માગ (વધતી જતી વસતિ અને અર્થતંત્રની રીતે) અને પૂરવઠા (પ્રાપ્યતાની રીતે) વચ્ચે વધતું જતું અંતર આવનારા દાયકાઓમાં ખાસ કરીને ગીચ વસતિવાળા દેશોમાં ગંભીર પ્રશ્નો સર્જશે.
ભારત માટે પાણીની માગણીનો અંદાજ ચિંતાનો વિષય છે. તેના 1999ના અહેવાલમાં વિશ્વ બૅન્ક સૂચવે છે કે પાણીની એકંદર માગ વર્ષ 2025 સુધીમાં 552 બીસીએમ (બિલિયન ક્યુબિક મીટર)થી 1050 બીસીએમ થઈ જશે. જેના માટે દેશમાં તમામ પ્રાપ્ય પાણીનાં સંસાધનોનો ઉપયોગ કરવાની જરૂર પડશે. અહેવાલ મુજબ, માથા દીઠ પાણીની પ્રાપ્યતા વર્ષ 1947માં 5000 ક્યુબિક મીટર પ્રતિ વર્ષ હતી, તે વર્ષ 1997માં ઘટીને 2000 ક્યુબિક મીટર પ્રતિ વર્ષ થઈ અને વર્ષ 2025 સુધીમાં આ આંકડો વધુમાં ઘટીને 1500 ક્યુબિક મીટર પ્રતિ વર્ષ થશે. તે પાણીનો તણાવ જેટલો સર્જાવા ધારણા છે તેના કરતાં ઘણો નીચો છે. આ અહેવાલમાં 1000 ક્યુબિક મીટર પ્રતિ વર્ષની પાણી અછતની મર્યાદા કરતાં નીચે રહેલા ભારતના 20 મોટા નદી તટપ્રદેશોની યાદી પણ આપેલી છે. મેકિન્સી અહેવાલ (2009) સૂચવે છે કે વર્ષ 2030 સુધીમાં ભારતમાં પાણીની માગણી લગભગ 1.5 ટ્રિલિયન મીટર ઘન સુધી વધી જશે, જે મુખ્યત્વે વસતિની વૃદ્ધિ અને ડાંગર, ઘઉં અને શેરડી માટે ઘરેલુ જરૂરિયાતના લીધે હશે. અહેવાલ મુજબ, પાણીનો વર્તમાન પૂરવઠો લગભગ 740 અબજ મીટર ઘન છે. સ્પષ્ટ રીતે, ભવિષ્યના પાણી પડકારના ચાલકો આર્થિક વિકાસ સાથે આવશ્યક રીતે જોડાયેલા છે અને કૃષિ ક્ષેત્ર સૌથી વધુ પાણી માગતું ક્ષેત્ર હશે. વસતિમાં વધારા, જીવનનાં ઊંચાં જતાં ધોરણો અને સંસાધનોની મર્યાદાના જટિલ સંદર્ભની અંદર ખાદ્ય, ઊર્જા અને પાણી (FEW)ની આંતરરમત ટકાઉ પર્યાવરણકીય નીતિઓ સામે આંતરગૂંથાયેલા પડકારો ઊભા કરે છે.
પાણીની માગ રણનીતિ અધિક પાણી પૂરવઠા તરફ દોરી શકે છે, તેનું કારણ તેની ભારે અસર અને પાણી બચત અસરો છે, તેમ છતાં તે પાણીની અછતની સમસ્યા સંપૂર્ણપણે ઉકેલવા માટે પૂરતી નથી. પરિણામે, પાણીના પૂરવઠા પ્રબંધન માટે અસરકારક રણનીતિની પણ અતિ આવશ્યક જરૂરિયાત છે. આ અંદાજિત આબોહવા પરિવર્તનના સંદર્ભમાં પણ વિશેષ જરૂરી છે જે પાણીની પ્રાપ્યતાની સામયિક અને સ્થાનસંબંધી ઢબ પર મોટી અસર પડે તેવી સંભાવના છે.