ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના આ વિસ્તારમાં પાણી માટે ટળવળે છે લોકો, ઘર છોડવા થયા મજબૂર

દેશની રાજધાની દિલ્હીમાં લોકો પાણીની ભારે અછત અનુભવી રહ્યા છે. એશિયાની સૌથી મોટી કોલોની ગણાતી ઉત્તર દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી કોલોનીઓમાં વર્ષોથી લોકો પાણી માટે ટળવળે છે. રોહિણી વિસ્તારમાં 50 સેક્ટરનો રહેણાંક વિસ્તાર સમાવિષ્ટ છે જેમાં એક-બે દિવસના અંતરે કેટલાક સમય માટે પાણી આવે છે. આ હાલતને પગલે રહીશો રોહિણી છોડી અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે.

દિલ્હીના આ વિસ્તારમાં પાણી માટે ટળવળે છે લોકો, ઘર છોડવા થયા મજબૂર
દિલ્હીના આ વિસ્તારમાં પાણી માટે ટળવળે છે લોકો, ઘર છોડવા થયા મજબૂર

By

Published : Jul 9, 2020, 7:04 PM IST

નવી દિલ્હીઃ ઉત્તર દિલ્હીના રહેણાંક વિસ્તાર રોહિણીમાં આવેલી કોલોની એશિયાની સૌથી મોટી કોલોની ગણાય છે. આ કોલોનીમાં શરૂઆતમાં 1 થી 14 સેક્ટર વસાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમાં ઉત્તરોતર વધારો કરવામાં આવ્યો. આ વિસ્તારમાં હાલના સમયમાં કુલ 50 સેક્ટર છે પરંતુ તેમાં રહેતા લોકો વર્ષોથી પાણીની ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

દિલ્હીના આ વિસ્તારમાં પાણી માટે ટળવળે છે લોકો, ઘર છોડવા થયા મજબૂર
આ વખતે રાજધાની દિલ્હી પર મેઘરાજા પણ મહેરબાન થયા નથી. રોહિણી વિસ્તાર શહેરના અન્ય વિસ્તારોથી ખાસ્સો દૂર હોવાને કારણે ટેન્કરો પણ આવતા નથી. નળમાં પાણી ન આવવાને કારણે મહિલાઓ બાલદી લઈને પાણી ભરવા માટે લાઇનમાં ઉભી રહે છે. જો તંત્ર દ્વારા ટેન્કર મોકલવામાં આવે તો ક્યારેક વારો નથી આવતો તો ક્યારેક લડાઈ ઝઘડામાં સમય વિતી જાય છે.

રોહિણી વિસ્તાર પાસે જે ગામડાઓ આવેલા છે ત્યાંના રહીશો જણાવે છે કે જ્યારે અહીં ચૂંટણી યોજાય છે ત્યારે દરેક નેતા આવીને ઢંઢેરામાં જાહેરાત કરતો હોય છે કે તેઓ પાણીની સમસ્યા દૂર કરી દેશે. હાલના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ વચન આપ્યું હતું કે તેઓ વીજળી અને પાણી મફતમાં આપશે. મફત તો ઠીક, જરૂરિયાત પૂરતું પાણી પણ નથી મળી રહ્યું.

જળ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ કોઈ અધિકારી આ વાત પર ધ્યાન આપતા નથી. તેઓ ગમે ત્યારે ટેન્કર મોકલે છે જેથી લોકોને આખો દિવસ પાણીની રાહ જોતા બેસી રહેવું પડે છે. આ પરિસ્થિતિને કારણે કેટલાક લોકો વિસ્તાર છોડી અન્ય જગ્યાએ રહેવા જવા મજબૂર બન્યા છે.

દિલ્હી સરકારના આંકડા મુજબ દિલ્હીવાસીઓ ને દરરોજ 900 થી 1000 MGD પાણીની જરૂરિયાત છે જેની સામે ફક્ત 600 થી 650 MGD પાણી તેમને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. જૂની પદ્ધતિઓ તથા મશીનરીના કારણે 40 ટકા પાણી બરબાદ થઇ જાય છે.

ABOUT THE AUTHOR

...view details