ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓડિશાના કોરાપુટમાં જળ સંકટ, બીડીઓએ મદદની ખાતરી આપી - water_problem in koraput of odisha

ભારતના ઘણા રાજ્યોમાં કોરોના વાઈરસ સિવાય પણ બીજી ઘણી સમસ્યા છે. આવો જ એક કિસ્સો ઓડિશાના કોરાપુટ જિલ્લામાં જોવા મળ્યો છે. આ જિલ્લાના ડુંગરી ગામના લોકો પાણીની કટોકટીનો સામનો કરી રહ્યા છે.

water-problem-in-koraput-of-odisha
ઓડિશાના કોરાપુટમાં જળ સંકટ, બીડીઓએ મદદની ખાતરી આપી

By

Published : Apr 23, 2020, 6:40 PM IST

કોરાપુટ: ઓડિશાના કોરાપુટ જિલ્લાના ડાંગરી ગામના લોકો પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામના લોકોનું કહેવું છે કે, અહીં હેન્ડપંપથી પાણી નથી આવતું.

ગ્રામજનો કહે છે કે, સરકારે કૂવો બનાવ્યો છે, પરંતુ ત્યાં કાદવ છે. પાણી પીવાના ઉપયોગ માટે યોગ્ય નથી. ડુંગરી ગામના લોકો નાના ઝરણામાં વહેતા પાણીને ગાળીને, ચોખ્ખું કરીને પીવાના પાણીની વ્યવસ્થા કરે છે.

આ અંગે ઇટીવી ભારતે કોરાપુટ સેમિનાર અપગ્રેડેશન ઓફિસર (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર) નરેન્દ્ર નાઈકનો સંપર્ક કર્યો હતો. જો કે, તેમણે ગામલોકોને મદદ કરવાની ખાતરી આપી હતી. પરંતુ હાલની પરિસ્થિતિ અંગે કંઇ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details