ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારઃ પટનામાં સતત 2 દિવસથી વરસાદ, પ્રધાનોના નિવાસસ્થાન આગળ ભરાયા પાણી - પટનામાં વરસાદ

પટનામાં 2 દિવસથી થઈ રહેલા વરસાદથી જન-જીવનને અસર પડી છે. મ્યુનિસિપલ ડેવલપમેન્ટ વિભાગ અને પટના મ્યુનિસિપલ કોર્પોરેશન દર વખતે દાવો કરે છે કે, પટનામાં પાણી ભરાશે નહીં. પરંતુ 2થી 3 કલાક સુધીના વરસાદમાં મનપા વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાના તમામ દાવાઓની પોલ ખુલી થઈ ગઈ છે.

water logging in patna
પટનામાં સતત 2 દિવસથી વરસાદ, પ્રધાનોના નિવાસસ્થાન આગળ ભરાયા પાણી

By

Published : Jul 20, 2020, 6:42 PM IST

પટના,બિહારઃ પટનામાં 2 દિવસથી થઈ રહેલા વરસાદથી જન-જીવનને અસર પડી છે. મ્યુનિસિપલ ડેવલપમેન્ટ વિભાગ અને પટના મ્યુનિસિપલ કોર્પોરેશન દર વખતે દાવો કરે છે કે, પટનામાં પાણી ભરાશે નહીં. પરંતુ 2થી 3 કલાક સુધીના વરસાદમાં મનપા વિકાસ વિભાગ અને મહાનગરપાલિકાના તમામ દાવાઓની પોલ ખુલી થઈ ગઈ છે.

પટનામાં સતત 2 દિવસથી વરસાદ, પ્રધાનોના નિવાસસ્થાન આગળ ભરાયા પાણી

રવિવાર બપોરથી રાજધાની પટનામાં ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે. સોમવારથી વરસાદ ચાલુ છે, આવી સ્થિતિમાં વરસાદને કારણે પટનાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે. પટનાના કંકડબાગ, રાજેન્દ્રનગર અને રાજબંશી નગર વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. સામાન્ય માણસની સાથે ખાસ લોકો પણ આ વરસાદથી પરેશાન છે. માર્ગ બાંધકામ પ્રધાન નંદકિશોર યાદવ અને કૃષિ પ્રધાન ડૉ.પ્રેમ કુમારના નિવાસસ્થાન આગળ પાણી ભરાઈ ગયું હતું.

તાજેતરમાં સચિવાલય સભાગૃહમાં નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીની આગેવાની હેઠળ પાણી ભરાવાના મુદ્દે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન અને મનપા વિકાસ મંત્રી દ્વારા મોટા દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ થોડાક જ વરસાદમાં તંત્રની પોલ ખુલી થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details