બિહાર: મોતીહારી વાલ્મિકીનગર બરાજથી 4 લાખ 36 હજાર પાણી છોડવામાં આવતા ગંડક નદીના જળસ્તરમાં વધારો થયો છે. બરાજથી ગંડકમાં પાણી છોડવાની જાણકારી મળતાં ડીએમ અને એસપી અરેરાજ અનુમંડલ પહોંચ્યા હતા. જ્યાં લોકનાથપુર ગામમાં એનડીઆરએફની ટીમની સાથે તેમણે ગંડક નદીની મુલાકાત લીધી હતી.
મોતીહારી: ગંડક નદીનું જળસ્તર વધતા જિલ્લા વહીવટી તંત્ર સક્રિય - એનડીઆરએફની ટીમ
ડીએમ કપિલ અશોકે જણાવ્યું હતું કે, વાલ્મિકીનગર બરાજમાંથી ગંડક નદીમાં 4 લાખ 36 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ઉપરાંત અરેરાજ એસડીઓ ઉપરાંત અરેરાજ, સંગ્રામપુર અને કેસરીયા ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ પર મુકવામાં આવ્યા છે.
ડીએમ કપિલ અશોકે જણાવ્યું કે, વાલ્મિકીનગર બરાજથી ગંડક નદીમાં 4 લાખ 36 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇને અરેરાજ એસડીઓ ઉપરાંત અરેરાજ સંગ્રામપુર અને કેસરીયા ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ સાથે તે વિસ્તારની પોલીસને પણ એલર્ટ પર કરવામાં આવી છે.
ડીએમએ જણાવ્યું કે, સિંચાઇ વિભાગના અધિકારીઓ ઉપરાંત પંચાયત પ્રતિનિધિઓની સાથે બેઠક કરવામાં આવી છે. તેમજ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. નદીના વધી રહેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને આ ગામોના ગ્રામજનોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે આશરો લેવા જણાવ્યું છે. જ્યારે ચંપારણ તટબંધની બહારના ગામોના લોકોને પણ સજાગ રહેવાનું કહેવામાં આવ્યું છે.