ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિમલામાં 100 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરતી સંસ્થા, જુઓ વિશેષ અહેવાલ...

પર્વતોની રાણી શિમલામાં આ ઈમારત છેલ્લા 132 વર્ષથી શહેરની સુંદરતામાં વધારો કરી રહી છે. આજે તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી તરીકે ઓળખાય છે. દેશ અને વિશ્વના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવે છે. લાખો પ્રવાસીઓ પણ આ સુંદર ઇમારત અને તેની આસપાસની હરિયાળી જોવા માટે આવે છે. ETV ભારતના જળસંચય અભિયાનમાં, આજે આપણે આ ઇમારત વિશે નહીં પરંતુ તે સિસ્ટમની વાત કરીશું જેના કારણે આ હરિયાળી શક્ય બની છે. હરિયાળી એવી છે કે તે અહીં આવેલા દરેક વ્યક્તિને આરામની લાગણી આપે છે.

water-conservation-system-in-shimla
શિમલામાં 100 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરતી સંસ્થા, જુઓ વિશેષ અહેવાલ...

By

Published : Aug 9, 2020, 12:16 PM IST

Updated : Aug 10, 2020, 6:04 AM IST

શિમલાઃ પર્વતોની રાણી શિમલામાં આ ઈમારત છેલ્લા 132 વર્ષથી શહેરની સુંદરતામાં વધારો કરી રહી છે. આજે તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી તરીકે ઓળખાય છે. દેશ અને વિશ્વના ઘણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવે છે. લાખો પ્રવાસીઓ પણ આ સુંદર ઇમારત અને તેની આસપાસની હરિયાળી જોવા માટે આવે છે. ETV ભારતના જળસંચય અભિયાનમાં, આજે આપણે આ ઇમારત વિશે નહીં પરંતુ તે સિસ્ટમની વાત કરીશું જેના કારણે આ હરિયાળી શક્ય બની છે. હરિયાળી એવી છે કે તે અહીં આવેલા દરેક વ્યક્તિને આરામની લાગણી આપે છે.

આજે, વિશ્વભરમાં જળ સંરક્ષણ એક પડકાર છે. પરંતુ, બ્રિટિશરોએ 100 વર્ષ પહેલાં આ પડકારને દૂર કરવા એક રસ્તો શોધ્યો હતો. જ્યારે આ ઇમારત વર્ષ 1888માં બનાવવામાં આવી હતી, ત્યારે મકાનની આજુબાજુ વિશાળ ભૂગર્ભ જળની ટાંકી બનાવવામાં આવી હતી. જે બિલ્ડિંગમાં પાઈપો દ્વારા જોડાયેલી હતી. વરસાદ દરમિયાન છત પર એકત્રિત થયેલું પાણી આ ટાંકીમાં પાઈપો દ્વારા ભરી દેવામાં આવતું હતું, જેથી વરસાદના પાણીને ભવિષ્યના ઉપયોગ માટે સંગ્રહિત કરી શકાય.

શિમલામાં 100 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરતી સંસ્થા, જુઓ વિશેષ અહેવાલ...

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝ 99 એકરમાં ફેલાયેલું છે. આમાંથી, લગભગ 30 એકર એટલે કે લગભગ એક તૃતીયાંશ ભાગ હરિયાળીથી ભરેલો મોટો બગીચો છે. અહીં જળસંગ્રહ માટે 6 ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવી છે , જેમાં વરસાદનું પાણી એકત્રિત કરવામાં આવે છે. આ 4 મોટી ટાંકીમાંથી 1.2 મિલિયન ગેલનની ક્ષમતા છે અને આ પાણીનો ઉપયોગ વર્ષ દરમિયાન 300 એકર વિસ્તારમાં ફેલાયેલા બગીચાઓને લીલાછમ રાખવા માટે કરવામાં આવે છે.

જો આ વરસાદનું પાણી એકત્રિત નહીં થાય, તો અહીં લીલોતરી જાળવવા માટે વધારાના પાણીનો ઉપયોગ કરવો પડશે અને જો પાણીની તંગી હોય તો આ હરિયાળી પણ ટકી શકશે નહીં. જો કે, આ સિસ્ટમ બ્રિટિશરોની સ્વપ્નદ્રષ્ટા વિચારસરણી સાથે હતી. આ સિસ્ટમના કારણે પાછલા 100 વર્ષોમાં આ પરિસરમાં પાણીની તંગી ઉભી થઈ નથી. એટલું જ નહીં, શિમલામાં વર્ષ 2018ના ભયંકર જળ સંકટ દરમિયાન પણ આ સિસ્ટમની લીધે અહીંની હરિયાળી અકબંધ રહી હતી.

નિષ્ણાતો માને છે કે, દર વર્ષે આશરે 80 ટકા વરસાદનું પાણી ધોવાઇ જાય છે. મેદાનની સરખામણીમાં પર્વતો પર જળસંચય મુશ્કેલ હોવા છતાં તેનો સંગ્રહ કરી શકાય છે. ભવિષ્યના પડકારો માટે જળસંચયને ધ્યાનમાં લેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો પાણી છે તો ભવિષ્ય છે.

આ જળ સંરક્ષણ પ્રણાલી 1888થી કાર્યરત છે. સમય જતાં તેમાં સુધારણા પણ કરવામાં આવ્યા છે. આ બગીચામાં એક સમયે પાઈપો દ્વારા પુરું પાણી પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ સમય જતાં આજે ફુવારાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની મદદથી આ લીલોતરી જાળવવી સરળ બની છે. ભવિષ્યમાં સુધારણા માટે આ સિસ્ટમમાં વધુ ફેરફારની પણ યોજના છે. આ પ્રણાલીને લીધે, અહીં તે લીલોતરી છેલ્લાં 100 વર્ષોથી 12 મહિના દરમ્યાન રહી છે, આવી હરિયાળી ઘણા શહેરો અને દેશો પણ ઈચ્છે છે.

સરકારોને આ પ્રણાલી અમલ કરવામાં હજુ પણ તકલીફ પડી રહી છે. આ સિસ્ટમ છેલ્લાં 100 વર્ષથી હિમાચલની આ બિલ્ડિંગમાં કાર્યરત છે. સરકાર શિમલામાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી દ્વારા બનાવવામાં આવેલી વરસાદી પાણીની સંરક્ષણ પ્રણાલી એ એક ઉદાહરણ છે, જે બધાને સૂચવે છે કે જળસંગ્રહ રોકેટ વિજ્ઞાન નથી પરંતુ તેને વધુ સારી નીતિ, સાચી દિશા અને સારા હેતુની જરૂર છે.

ભાવના શર્મા ઈટીવી ભારત, શિમલા

Last Updated : Aug 10, 2020, 6:04 AM IST

ABOUT THE AUTHOR

...view details