નવી દિલ્હી: દિલ્હી કૈંટ વિસ્તારમાં હાઇ સ્પીડમાં આવતી કારના બોનેટ પર લટકતા ટ્રાફિક પોલીસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, કેવી રીતે કારચાલક ટ્રાફિક પોલીસને બોનેટ પર લટકાવીને લગભગ 100 મીટર સુધી કાર ચલાવે છે. પછી તેને છોડીને ફરાર થઈ જાય છે. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આ કાર ચાલકની ધરપકડ કરી છે.
કાર ચાલકે ટ્રાફિક પોલીસ જવાનને ટક્કર મારતાં જવાન ચડ્યો બોનેટ પર, પછી બન્યું એવું કે... - સીસીટીવી ફૂટેજ
દિલ્હીના ધૌલા કુઆમાં ફરજ બજાવતા દિલ્હી ટ્રાફિક પોલીસના જવાને ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ એક હાઇ સ્પીડમાં આવતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલક ટ્રાફિક પોલીસ કર્મચારીને કારના બોનેટ પર લઇને કેટલાંક મીટર સુધી ખેંચી ગયો હતો. જેનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. હાલ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
દિલ્હીમાં કાર ચાલક ટ્રાફિક પોલીસના જવાનને બોનેટ પર ખેંચીને લઇ ગયો
મળતી માહિતી મુજબ સોમવારે સાંજે ટ્રાફિક પોલીસ કર્મચારી દિલ્હી કૈટમાં તૈનાત હતો. આ દરમિયાન તેણે હાઇ સ્પીડમાં જઇ રહેલી કારને રોકી હતી. પહેલા ડ્રાઇવરે કાર ધીમી કરી પરંતુ ટ્રાફિક પોલીસ નજીકમાં પહોંચે તે પહેલા તેણે કારની ઝડપ વધારી દીધી હતી. જેને કારણે કાર સામે ઉભેલા પોલીસ મહિપાલ કાર સાથે ટકરાઈને બોનેટ પર પડ્યો હતો. તેણે કારચાલકને ગાડી રોકવાનું કહ્યું, પરંતુ તે ટ્રાફિક પોલીસને બોનેટ પર લટકાવીને કાર ચલાવતો રહ્યો. હાલ કાર ચાલકની ધરપકડ કરવામાં આવી છે.