ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાએ કરી સગાઈ - latest sports news

હૈદરાબાદઃ ભારતના સ્ટાર ઑલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ નતાશા સાથે સગાઈ કરી છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાનકોવિચને રોમાન્ટિક અંદાઝમાં પ્રપોઝ કરતો જોવા મળે છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા કરી સગાઈ
ઇન્ડિયન ક્રિકેટ ટીમના ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા કરી સગાઈ

By

Published : Jan 1, 2020, 10:04 PM IST

હાલ, ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તેના અંગત જીવનને લઈ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બીચ પર રોમાન્ટિક અંદાઝમાં ગર્લફ્રેન્ડ નતાશા સ્ટાનકોવિચને પ્રપોઝ કરી રહ્યો છે. ત્યારબાદ તે ઘૂંટણીએ બેસીને નતાશાને રીંગ પહેરાવતો જોવા મળે છે.

હાર્દિક પંડ્યાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેયર કર્યો હતો. જેમાં હાર્દિક તેની આ ખાસ પળોને તેના ચાહકો સાથે શેયર કરે છે. આ વીડિયો નવા વર્ષના પહેલા દિવસે રિલીઝ કરાયો હતો. જેની કેપ્શનમાં હાર્દિકે "મે તેરા, તૂ મેરી જાને સારા હિન્દુસ્તાન" લખ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details