ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કાશ્મીર પહોંચ્યા બાદ મુસાફરીની માહિતા છુપાવનાર લોકોને અપાઈ ચેતવણી - કાશ્મીર ન્યૂઝ

તેલંગાણાના તબલીગી જૂથના સભ્યોનાં મૃત્યુનાં અહેવાલો બહાર આવ્યા પછી, કાશ્મીરનાં વિવિધ જિલ્લાનાં જિલ્લા મેજિસ્ટ્રેટે તારીખ 1 માર્ચ પછી ખીણમાં પ્રવેશ કરી ગયેલા લોકોને તાકીદ કરી છે કે, તેઓ પોતાને અધિકારીઓ સમક્ષ જાહેર કરે અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

kashmir
kashmir

By

Published : Mar 31, 2020, 1:00 PM IST

શ્રીનગર: કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ્સે સોમવારે સાંજે એક તાકીદની ચેતવણી આપી હતી કે જેઓ 1 માર્ચ પછી ખીણમાં પ્રવેશી ચૂક્યા છે અને અધિકારીઓ સમક્ષ તેમનો પ્રવાસ ઇતિહાસ જાહેર કર્યો નથી.

વિવિધ DMs દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, વિદેશ પ્રવાસમાં આવેલા કે ખીણની બહારથી આવેલા લોકોએ તાબલીગી જૂથના સભ્યો સાથે જોડાણ રાખીને 1 માર્ચ પછી બે દિવસની અંદર અધિકારીઓને જાણ કરવાની રહેશે અને જે લોકો બે દિવસની અંદર માહિતી જમા નહીં કરાવે તે લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની જોગવાઈઓ હેઠળ કેદની સજા ભોગવી શકે છે.

દિલ્હીના નિઝામુદ્દીનમાં 2 હજાર લોકોના મેળાવડામાં ભેગા થયેલા તબલીગી જમાતના સભ્યોના તેલંગાણામાં મૃત્યુ થયાના અહેવાલો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરમાં કોવિડ-19થી પહેલું મૃત્યુ થયુ થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમઆમે આ વ્યક્તિ તબલીગીનો સભ્ય હતો. જે દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં પણ ભેગા થઈ હતી.

નોંધનીય છે કે,કાશ્મીરમાં અત્યાર સુધીમાં જેમણે સકારાત્મક પરીક્ષણ કર્યુ છે તેમાંના મોટાભાગના લોકો તબલીગી જમાતનાં સભ્યો હતા અથવા જેઓ ખીણ પરત ફર્યા બાદ તેમના સંપર્કમાં આવ્યા છે.

જમ્મુ કાશમીરમાં સોમવારે 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે પોઝિટિવ કેસની સંખ્યા 49 પહોંચી છે.

ABOUT THE AUTHOR

...view details