વજાહત હબીબુલ્લાહે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કરી સ્થિતિ અંગે માહિતી આપી છે. ઉચ્ચ ન્યાયાલયે હબીબુલ્લાહને અડચણો દૂર કરવા પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા જણાવ્યું હતું. હબીબુલ્લાહે સુપ્રીમના આદેશ મુજબ શાહીન બાગના વિરોધ સ્થળની મુલાકાત લીધી અને ત્યારબાદ સોગંદનામુ દાખલ કર્યુ છે.
શાહીન બાગનું પ્રદર્શન શાંતિપૂર્ણ, પોલીસની નાકાબંદી ગેરવાજબી: વજાહત હબીબુલ્લાહ - સંશોધિત નાગરિકતા કાયદો
સંશોધિત નાગરિકતા કાયદો, 2019 (CAA)ના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં 71 દિવસથી પ્રદર્શન ચાલી રહ્યું છે. વજાહત હબીબુલ્લાહે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યુ છે. જેમાં તેમણે નોઈડા-ફરીદાબાદ રસ્તા પરના નડતર અંગે જાણકારી આપી છે.

wajahat-habibullah-on-shaheen-bagh-protests
આ સોગંધનામામાં જણાવાયું છે કે, વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ છે, પોલીસે શાહીન બાગની આસપાસ 5 જગ્યાએ નાકાબંધી કરી છે. જો આ નાકાબંધી હટાવી લેવાય તો અન્ય અડચણો દૂર થઈ જશે. પોલીસે જરૂરત વગર આ સ્થળોની નાકાબંધી કરી છે. પોલીસ દ્વારા તપાસ બાદ જ સ્કૂલ વાન અને એમ્બ્યુલન્સને પસાર થવાની મંજૂરી અપાય છે. CAA, NRC અને NPR અંગે સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવી જોઈએ. હબીબુલ્લાહ પૂર્વ IAS, પૂર્વ મુખ્ય સૂચના આયુક્ત અને રાષ્ટ્રીય લઘુમતિ આયોગના પૂર્વ અધ્યક્ષ છે.