ગુજરાત

gujarat

ETV Bharat / bharat

LIVE : બિહાર વિધાનસભા ચૂંટણી : 71 બેઠકોના ઉમેદવારનું ભાવિ થશે નક્કી - બિહાર વિધાનસભા ચૂંટણી 2020

બિહાર વિધાનસભા ચૂંટણી
બિહાર વિધાનસભા ચૂંટણી

By

Published : Oct 28, 2020, 7:18 AM IST

Updated : Oct 28, 2020, 12:56 PM IST

08:50 October 28

ભાજપ અધ્યક્ષની મતદાન કરવા અપીલ

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વિટ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવા અપીલ કરી હતી.તેમણે તમારો અભિપ્રાય લોકશાહીમાં તમારી સૌથી મોટી તાકાત છે. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે કોવિડને લગતી સાવચેતીઓને ધ્યાનમાં રાખીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લે.  

08:48 October 28

હાલ 2.4 ટકા મતદાન થયું

1 કલાકમાં 2.4 ટકા મતદાન થયું છે.

08:05 October 28

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને "દો ગજ કી દૂરી"ને ધ્યાનમાં રાખી મતદાન કરવા અપીલ

વડાપ્રધાન મોદીએ કોરોના કાળમાં લોકોને સાવચેતી રાખીને મતદાન કરવા માટે અપીલ કરી છે. તેમણે મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી છે.

08:00 October 28

ઔરંગાબાદના ઢીબરા વિસ્તારમાં પોલિંગ બૂથ પાસેથી CRPFને બે IED મળી આવ્યાં

ઔરંગાબાદના ઢીબરા વિસ્તારમાં પોલિંગ બૂથ પાસેથી CRPFને બે IED મળી આવ્યાં જેમને ડિફ્યૂસ કરી નાખવામાં આવ્યા છે. 

ગયામાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

07:58 October 28

લખીસરાયના મંદિર પહોંચ્યા ગિરિરાજ સિંહ

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ લખીસરાયના એક મંદિરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણીને લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ ગણાવ્યો હતો. આ સાથે તેમણે દરેકને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી હતી.

07:55 October 28

બહડિયા પોલિંગ બૂઠમાં EVM ખરાબ થયું

લખીસરાયના બહડિયાના મતદાન કેન્દ્રમાં વોટિંગ આગાઉ  EVM ખરાબ થયું

07:24 October 28

તેજસ્વી યાદવે કરી મતદાનની અપીલ

મતાધિકારનો ઉપયોગ કરવા તેજસ્વી યાદવની અપીલ

તેજસ્વી યાદવે કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાનના દિવસે, બિહારીઓએ વધુ સારા ભવિષ્ય, શિક્ષણ, આરોગ્ય, નોકરી, વિકાસ અને નવા બિહારના નિર્માણ માટે  મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ અને મહાગથબંધન સાથે પરિવર્તનનો ભાગીદાર બનવું જોઈએ . જય હિન્દ. જય બિહાર

07:08 October 28

બિહાર વિધાનસભા ચૂંટણી : 71 બેઠકો માટે મતદાન શરૂ

બિહારઃ પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે કડક તૈયારીઓ કરી છે. કુલ 31 હજાર 371 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં કુલ 1 હજાર 66 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 952 પુરુષ અને 114 મહિલા ઉમેદવારો છે.

Last Updated : Oct 28, 2020, 12:56 PM IST

ABOUT THE AUTHOR

...view details