ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગુજરાત પેટાચૂંટણી: જો ચૂંટણી કાર્ડ ન હોય તો આ ડૉક્યુમેન્ટ સાથે રાખો, મતદાન કરી શકશો - ચૂંટણી પંચના આદેશ મુજબ

ગાંધીનગર: સમગ્ર દેશ અને ગુજરાતમાં આવતી કાલે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે ચૂંટણી પંચની સાથે સાથે રાજકીય પાર્ટીઓએ તો તૈયારીઓ કરવાની હોય છે, પણ એક જાગૃત મતદાર તરીકે નાગરિકોને પણ અમુક પ્રકારની તૈયારી સાથે મતદાનના સ્થળ પર હાજર રહેવું જોઈએ. આપ સૌ જાણો છો તેમ મતદાન કરવા જતી વેળાએ મતદારોએ ચૂંટણી પંચના આદેશ મુજબ પોતાનું ચૂંટણી કાર્ડ સાથે રાખવું જરુરી છે. પણ મતદાન કરવા જતી વેળાએ ચૂંટણી કાર્ડ ન હોય ત્યારે મતદારે મુંઝાવાની જરુર નથી. કેમ કે, તેના માટે ચૂંટણી પંચે ખાસ પ્રકારના વિકલ્પો આપ્યા છે. મતદાર અહીં જણાવેલા દસ્તાવેજોને સાથે રાખીને પણ મતદાન કરી શકે છે.

gujarat by election news

By

Published : Oct 20, 2019, 5:02 PM IST

ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિધાનસભા અને લોકસભા સામાન્ય ચૂંટણી કે પેટા ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહે છે. ભારતનાં ચૂંટણી પંચે તેઓના તા. 12/10/2019ના પત્રથી સ્પષ્ટ કર્યુ છે કે, રાજ્યમાં તા.21/10/2019ના રોજ યોજાનાર 08-થરાદ, 16-રાધનપુર, 20-ખેરાલુ, 32-બાયડ, 50-અમરાઈવાડી તથા 122-લુણાવાડા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી-2019માં ફક્ત ‘ફોટો સાથેની મતદાર કાપલી’ એકલી મતદારની ઓળખ પ્રસ્થાપિત કરવા ઉપયોગમાં લઈ શકાશે નહી. મતદારો મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC)ની અવેજીમાં નીચે જણાવ્યા મુજબનાં 11 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે.

આ 11 દસ્તાવેજ પૈકી કોઈપણ એક રજૂ કરીને કરી શકશો મતદાન

1. પાસપૉર્ટ

2.ડ્રાઈવિંગ લાઈસન્સ

3.કેન્દ્ર/ રાજ્ય સરકાર, જાહેર સાહસ, પબ્લિક લીમીટેડ કંપનીઓ તરફથી તેમના કર્મચારીઓને આપવામાં આવતા ફોટા સાથેના ઓળખકાર્ડ

4. બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક

5. PAN કાર્ડ

6. નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ

7. MNREGA હેઠળ આપવામાં આવેલ જોબ કાર્ડ

8. શ્રમ મંત્રાલય તરફથી આપવામાં આવેલ હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના ફોટા સાથેના સ્માર્ટ કાર્ડ

9. ફોટા સાથેના પેન્શન દસ્તાવેજો

10.સંસદ સભ્યો/વિધાનસભ્યો/ વિધાન પરિષદના સભ્યોને આપવામાં આવેલ અધિકૃત ઓળખકાર્ડ

11. આધારકાર્ડ

બિનનિવાસી ભારતીયોની જો મતદાર તરીકે નોંધણી થયેલી હોય તો તેઓએ મતદાન મથકે ફક્ત ”અસલ પાસપોર્ટ” રજૂ કરી તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details