'કર-નાટક' LIVE: કુમાર સ્વામી સરકારે વિશ્વાસ મત ગુમાવ્યો
ન્યૂઝ ડેસ્કઃ કર્ણાટકમાં છેલ્લા 21 દિવસના રાજકીય નાટકનો અંત આવ્યો છે. કુમારસ્વામી સરકારે વિશ્વાસમત ગુમાવ્યો છે. કોંગ્રેસ-JDSની સરકાર પડી છે. કુમારસ્વામીના પક્ષમાં 99 મત પડ્યા હતા, જ્યારે 105 મત પડ્યા છે. કર્ણાટકમાં કુમાર સ્વામી સરકાર પડી ભાગી છે. ભાજપ નેતા યેદિયુરપ્પાએ વિકટરી સાઈન બતાવી છે.
કુમાર સ્વામી
સોમવારે દિવસથી રાત સુધી ધારાસભ્યો અને સ્પીકર વચ્ચે બોલાચાલી શરૂ રહી હતી. સ્પીકર કેઆર રમેશ કુમારે કહ્યું કે, હું રાત્રે 12 કલાક સુધી સદનમાં બેસવા માટે તૈયાર છું. તમે શું કરી રહ્યા છો તે દુનિયા જોઇ રહી છે. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, તમે મને તે હદ સુધી ન લઇ જાઓ કે મારે તમને પૂછ્યા વગર જ કોઇ નિર્ણય લેવો પડે. તો આ તરફ કુમારસ્વામીએ પણ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, મેં ક્યારે પણ ખેડૂતો સાથે અન્યાય કર્યો નથી.
Last Updated : Jul 23, 2019, 8:03 PM IST