કાનપુરઃ સોમવારે મોડી રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રોડ અકસ્માત સર્જાયો હતો. પૂર ઝડપે જતી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયાં છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.
કાનપુર નજીક ગમખ્વાર અકસ્માત, 6ના મોત, 20 ઘાયલ - ઉત્તરપ્રદેશ ન્યૂઝ
ઉત્તરપ્રદેશમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર એક રોડ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 20 ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. બસ ડ્રાઈવરને ઝોંકુ આવી જતા આ અકસ્માત સર્જાયો હતો.
uttarpradesh
આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર પુર ઝડપે જતી બસ અને કાર વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયાં છે. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
દિલ્હીથી બિહાર જઈ રહેલી બસના ડ્રાઈવરને ઝોંકુ આવી જતાં બસ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે બસ ડિવાઈડર પાર સામે આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. આ બસમાં કુલ 40 લોકો સવાર હતાં.