ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરલ: દિવ્યાંગ સિજોએ બોર્ડમાં મેળવ્યો A પ્લસ ગ્રેડ - લિવિંગ સર્ટિફિકેટ

કેરલના તિરૂવનંતપુરમ જિલ્લામાં રહેનારા દિવ્યાંગ સિજોએ 10માં ધોરણની પરીક્ષામાં A પ્લસ ગ્રેડ મેળવ્યો છે. સિજોએ રાઇટરની મદદથી 10માં ધોરણની પરીક્ષા આપી હતી.

કેરલ: દિવ્યાંગ સિજોએ બોર્ડમાં મેળવ્યો A પ્લસ ગ્રેડ
કેરલ: દિવ્યાંગ સિજોએ બોર્ડમાં મેળવ્યો A પ્લસ ગ્રેડ

By

Published : Jul 12, 2020, 3:26 PM IST

તિરૂવનંતપુરમ : જો વ્યક્તિમાં કંઇક કરવાની ઇચ્છા હોય તો દુનિયામાં કંઇ પણ અસંભવ નથી. તિરૂવનંપુરમના સિજોએ તે સાચુ સાબીત કરી બતાવ્યું છે, જે દુનિયામાં આવ્યાના 4 મહિના બાદથી જ દિવ્યાંગ છે.

સિજોએ કેરલ સેકેન્ડરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની 10માં ધોરણની પરીક્ષામાં સારો સ્કોર કર્યો છે. જેને તમામ વિષયમાં A પ્લસ ગ્રેડ મેળવ્યો છે. સિઝોએ અભ્યાસ ક્રમમાં પાઠને સાંભળી સ્ક્રિપ્ટની મદદથી અભ્યાસ કર્યો હતો.

સિઝોએ પોતાના મિત્ર અભિજીતની મદદથી બોર્ડમાં પરીક્ષા લખી હતી. અભિજીત 9માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. સિજોએ પ્રશ્નોના જવાબ કહ્યા અને તે સાંભળી અને અભિજીતે પ્રશ્ન પત્રમાં લખ્યા. અભ્યાસ સાથે-સાથે સિઝો ક્રિકેટ, કવિતા અને ઓરેશનમાં પણ રસ ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details