ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રામમંદિર અડધુ બની ગયું હોવાનો વિશ્વ હિન્દુ પરિષદનો દાવો - અયોધ્યા-બાબરી જમીન વિવાદ

ઉત્તર પ્રદેશઃ રામમંદિર વિવાદ મુદ્દે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી પુરી થઈ ગઈ છે અને કૉર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. હવે દેશની નજર આ નિર્ણય પર છે, ત્યારે રામમંદિર નિર્માણ માટે 1990માં સ્થાપિત કરાયેલી કાર્યશાળામાં પત્થરો ગોઠવવાનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે.

rammandir

By

Published : Oct 20, 2019, 8:41 AM IST

વર્તમાનમાં રામઘાટ સ્થિત મંદિર નિર્માણ કાર્યશાળામાં પ્રથમ તબક્કાનું પથ્થર ગોઠવવાનું કાર્ય લગભગ પૂર્ણતાની આરે છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું કે રામજન્મભૂમિ પર પ્રસ્તાવિત મંદિર 268 ફૂટ લાંબો અને 140 ફૂટ પહોળાઈ સાથે 128 ફૂટ ઉંચાઈએ હતું. મંદિરની 10 ફૂટના વિસ્તારમાં પરિક્રમાનું સ્થાન બનશે.

બે માળના મંદિરમાં બીજા માળે રામ દરબાર અને તેની પર શિખર હશે. રામ મંદિરના દરેક ફ્લોર પર 106 સ્તંભ અને દરેક સ્તંભ પર 16 મૂર્તિઓ હશે. મંદિર બનાવવામા 1 લાખ 75 હજાર ઘનફૂટ પત્થર લગાવવાના છે. જેમાંથી 1 લાખ જેટલા અત્યાર સુધી લાગી ગયા છે.

રામલલ્લાનો જે વિસ્તાર છે તે આશરે 77 એકરમાં છે. 1992માં આશરે 45 એકરમાં રામકથા કુંજ બનાવવાની યોજના હતી. રામ જન્મથી લઇ લંકા વિજય અને ફરી અયોધ્યામાં પરત ફરવા સુધીની સફર પત્થરો પર કોતરવામાં આવશે. 125 મૂર્તિઓ બનાવાની છે. જેમાંથી 24 મૂર્તિઓ બનાવી દેવાઈ છે. સુપ્રીમ કૉર્ટનો ઑર્ડર આવતા જ રામ મંદિર સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ જશે.

રામ મંદિર નિર્માણનું કાર્ય ગુજરાતથી આવેલા અન્નુભાઈ સોમપરાની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે 1990થી કામ ચાલી રહ્યું છે. તેઓ 45 વર્ષેની ઉંમરે આવ્યા હતાં. 30 વર્ષથી પત્થરો કોતરવાનું કામ સતત ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details