નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં બોલીવૂડના લોકો પણ ભાગ લઈ રહ્યાં છે. આ અંતર્ગત બોલીવૂડના સંગીત નિર્દેશક વિશાલ દાદલાની દિલ્હી આવી પહોંચ્યા હતા અને આમ આદમી પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. વિશાલ દદલાનીએ રોહિણી વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ નામા બંસીવાલા માટે પ્રચાર કર્યો હતો. અહીં વિશાલ દદલાનીને સાંભળવા અનેક લોકોની ભીડ એકઠી થઈ હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી: સંગીત નિર્દેશક વિશાલ દાદલાનીએ AAP માટે કર્યો પ્રચાર - Vishal Dadlani
બોલીવૂડના સંગીત નિર્દેશક વિશાલ દાદલાની દિલ્હીની રોહિણી વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે આમ આદમી પાર્ટીના સમર્થનમાં પ્રચાર કર્યો હતો અને "આપ"ને મત આપવા લોકોને અપીલ કરી હતી.
વિશાલ દદલાની
વિશાલ દદલાની આ પહેલાં પણ આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી ચુક્યાં છે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં "આપ"ના અનેક ઉમેદવારો માટે વિશાલ દદલાની પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર કરવાની સાથે-સાથે તેમણે સ્ટેજ પરફોર્મન્સ કર્યું હતું અને બાળકો સાથે મસ્તી પણ કરી હતી.