ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશાખા ગેસ હોનારત - Vishakha news

લોકોને હવામાં ગૂંગળામણ થાય તેનાથી મોટી કોઇ દુર્ઘટના નથી. વિજાગમાં પોલિમર પ્લાન્ટમાંથી ઝેરી વાયુ આસપાસના ગામો માં લિક થઈ જતાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 1000 થી વધુ લોકો બીમાર પડ્યાં હતાં. આ ભયાનક ઘટનાએ બધાને 1984 ની ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદ અપાવી હતી.

વિશાખા ગેસ હોનારત
વિશાખા ગેસ હોનારત

By

Published : May 11, 2020, 11:50 PM IST

એપ્રિલના બીજા સપ્તાહમાં, ભારતીય કેમિકલ કાઉન્સિલએ કેન્દ્રને વિનંતી કરી હતી કે ઉદ્યોગને આવશ્યક તરીકે ઓળખવામાં આવે અને તેને લોકડાઉન ધોરણોથી મુક્તિ અપાય, કેમ કે અમુક રસાયણોનો પુરવઠો ઘણી દવાઓના ઉત્પાદન માટે મહત્ત્વનો છે. લોકડાઉન મુક્તિના પરિણામ રૂપે, એલજી પોલિમર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ થયું, જેના કારણે જીવલેણ સ્ટાયરીન વરાળ લીક થવા લાગ્યો. પશુધન અને પાળતુ પ્રાણીઓ તેની બાષ્પ દ્વારા માર્યા ગયા જ્યારે ઘણા પુખ્ત વયના લોકો અને બાળકોએ ઝેરી વાયુઓનો ભોગ બન્યા હતા.

એલજી પોલિમર્સે એ દાવાને સેન્સર નથી કર્યો કે આ અકસ્માત પાછળ દેશવ્યાપી લોકડાઉન હતુ કે કેમ કે પ્લાન્ટમાં સતત જાળવણીની જરૂર હતી. જાન્યુઆરીમાં, એલજી પોલિમર્સના કોર્પોરેટ ન્યૂઝલેટરમાં ખુલાસો થયો કે 100 વર્ષ જુના સુગર પ્લાન્ટમાં સ્વચ્છતાના અભાવ ને લઇ, આગ લાગવાને કારણે 14 કામદારો માર્યા ગયા હતા. એ જ ન્યૂઝલેટરમાં, કંપનીએ વાતાવરણની સુરક્ષા અને સામાજિક જવાબદારીને ઉત્તેજન આપવાની શ્રેષ્ઠ પદ્ધતિઓનું અનુસરવાનું વચન આપ્યું હતું. જો કંપનીએ ખરેખર તે પદ્ધતિઓનો અમલ કર્યો હોત, તો આ ગેસ લિક ટાળી શકાયો હતો. આંધ્ર પ્રદેશ સરકારે પીડિતોને વળતરની ઘોષણા કરીને આગની દુર્ઘટનાનો વ્યાજબી જવાબ આપ્યો છે. ભોપાલ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે એલજી ગેસ લિકના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો પર લાંબા ગાળાના સ્વાસ્થ્ય અસરો પર ખાસ ધ્યાન આપવું જોઇએ.

કેમિકલ ઉદ્યોગ, ભારતના જી.ડી.પીના 3 ટકા હિસ્સો ધરાવે છે, જે પેટ્રોકેમિકલ્સ, ખાતરો, પેઇન્ટ્સ, જંતુનાશક દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સના સહિત 70,000 થી વધુ વ્યાપારી ઉત્પાદનો ના પોર્ટફોલિયોમાં વિકસ્યું છે. જો કે 15 કાયદા અને 19 નિયમો ભારતીય રાસાયણિક ઉદ્યોગને નિયમન કરે છે, તેમાંથી કોઈ પણ સીધો આ ઉદ્યોગ પર કેન્દ્રિત નથી.વધુમાં, ભારતની રાષ્ટ્રીય રાસાયણિક નીતિનો મુસદ્દો 2014 થી હજી મંજૂરીના અંતિમ તબક્કામાં છે.

વિનાશક ભોપાલ ગેસ લિક ના કારણે હજારોના મૃત્યુ થયા અને લાખો લોકોને નબળા બનાવીને, આવનારી પેઢીઓને સુધી ને અસર થઈ હતી. તેથી કેમિકલ ક્ષેત્ર સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું હતું. પરંતુ તાજેતરના વર્ષોમાં, આર્થિક સુધારાના કારણે આ વલણ નરમ પડ્યું છે. ઘરેલું કેમિકલ ઉદ્યોગમાં, છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 4 મોટા અકસ્માતો થયા છે - જે નિરાશાજનક છે અને, રસાયણોના ઉત્પાદન અને વપરાશને નિયંત્રિત કરે તેવા વ્યાપક કાયદાના અભાવને પ્રતિબીંબ કરે છે . ભારતમાં રસાયણો ઉદ્યોગનું બજાર કદ 178 અબજ ડોલર જેટલું છે અને 2025 સુધીમાં બમણા થવાની ધારણા છે. કેન્દ્ર સરકાર એ જણાવ્યું હતું કે દહેજ (ગુજરાત), પારાદીપ (ઓડિશા), કુડ્લોર (તમિલનાડુ) અને વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) ઉત્પાદન કેન્દ્રો.તરીકે વિકસિત થશે. વિનાશ લગભગ હંમેશાં બીનટકાઉ વિકાસને અનુસરે છે, તેથી આ ઉદ્યોગોએ તેની અવગણના ન કરવી જોઈએ. આવા રાસાયણિક એકમ ને રહેણાંકની વિસ્તાર બહાર જ કાર્ય કરવાની મંજૂરી હોવી આવશ્યક છે.

રાસાયણિક એકમો એ અદ્યતન સુરક્ષાની ગોઠવણ કરવી આવશ્યક છે. દર વર્ષે 4 ડિસેમ્બરે કેમિકલ ડિઝાસ્ટર નિવારણ દિવસની ઉજવણી કરવી તે પૂરતું નથી. સરકારો અને ઉદ્યોગોએ કામ કરવાના સ્થળો ને સલામત બનાવવા પડશે ત્યારે જ, ભારતમાં ઔlદ્યોગિક સલામતી જેવી કોઇ વસ્તુ જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details