નવી દિલ્હીઃ વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાંથી સ્ટાયરિન ગેસ લીક થવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ સુનાવણી ટાળી દીધી છે. આ કેસની હવે પછીની સુનાવણી 1 જૂને થશે.
વિશાખાપટ્ટનમ ગેસ લીક કેસઃ રિપોર્ટ હજુ મળ્યો નથી, NGTએ સુનાવણી સ્થગિત કરી
વિશાખાપટ્ટનમમાં એલજી પોલિમર ઉદ્યોગમાંથી સ્ટાયરિન ગેસ લીક થવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ સુનાવણી ટાળી દીધી છે. આ કેસની હવે પછીની સુનાવણી 1 જૂને થશે.
એનજીટી (NGT) દ્વારા રચાયેલી 5 સભ્યોની સમિતિએ એનજીટીને પોતાનો અહેવાલ આપ્યો ન હતો, ત્યારબાદ એનજીટીએ સુનાવણી મોકૂફ કરી દીધી હતી. 8 મે ના રોજ એનજીટીએ આંધ્રપ્રદેશ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વિશાખાપટ્ટનમના જિલ્લા મેજિસ્ટ્રેટ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલય અને એલજી પોલિમર્સને આ બાબતની ધ્યાન લીધા બાદ નોટિસ ફટકારી હતી.
લોકોના આરોગ્ય અને પર્યાવરણને થતા નુકસાનની ભરપાઇ માટે એનજીટીએ એલજી પોલિમરને 50 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એનજીટીએ 5 સભ્યોની સમિતિની રચના કરી છે.