વોશિંગ્ટન: સોમવારે અમેરિકાની સરકાર દ્વારા 30, 000 વોલેંટીયર્સ સાથે કોરોના રસીના પરીક્ષણના અંતિમ તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ રસી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ ઍન્ડ મોડર્નાએ તૈયાર કરેલી છે. જેના ડોઝ દર્દીને આપ્યા બાદ તેમને કોરોના સંક્રમિત ક્ષેત્રોમાં મોકલવામાં આવશે જેથી એ ખ્યાલ આવી શકે કે રસી બરાબર કામ કરી રહી છે કે નહી. જો કે આ રસી કોરોના સામે રક્ષણ આપશે જ તેવી હજી સુધી કોઈ ખાતરી આપવામાં આવી નથી.
મોટેભાગે બ્રાઝિલના એવા દર્દીઓ કે જે હાલ કોરોનાના ત્રીજા સ્ટેજમાં છે તેમની પર આ પરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ટ્રાયલ યુએસ માં પણ થાય તેવું નિષ્ણાતો વિચારી રહ્યા છે.
US માં જે રસીનું પરીક્ષણ કરવામાં આવે તેના માટે દર મહિને નવો અભ્યાસ હાથ ધરવામાં આવે છે અને દવાઓના પરીક્ષણ માટે 30, 000 નવા વોલેન્ટિયરની ભરતી કરવામાં આવે છે.