ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નીતિન ગડકરીનું મોટું નિવેદન, લેબમાં બન્યો છે ‘કોરોના’ વાઇરસ

કોરોના વાઇરસથી દુનિયાભરમાં 29 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 44 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે. બધાના મનમાં આ વાઇરસની ઉત્પતિને લઇને અનેક પ્રશ્નો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ વાઇરસને લઇને કહ્યું કે, આ પ્રાકૃતિક વાઇરસ નથી.

Etv Bharat, Gujarati News, CoronaVirus, Nitin Gadkari
Nitin Gadkari

By

Published : May 14, 2020, 10:10 AM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસની ઉત્પતિને લઇને સમગ્ર દુનિયા પ્રશ્નો કરી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, કોરોના વાઇરસ 'પ્રાકૃતિક વાઇરસ' નથી. તમને જણાવીએ તો કોરોના વાઇરસથી દુનિયાભરમાં 29 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં આ વાઇરસથી 70 હજારથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, બધાને કોરોના વાઇરસની સાથે જીવવાની કળા શીખવી પડશે. આ કળા ખૂબ જ જરૂરી છે, કારણ કે, આ પ્રાકૃતિક વાઇરસ નથી. આ કૃત્રિમ વાઇરસ છે, જેના માટે દુનિયાના ઘણા દેશો વેક્સીન બનાવવામાં લાગ્યા છે.

વધુમાં જણાવીએ તો આ પહેલીવાર છે. જ્યારે ભારત સરકારે આ જીવલેણ વાઇરસની ઉત્પતિ પર કોઇ ટિપ્પણી કરી છે. કેબિનેટ પ્રધાનનું માનવું મોટી વાત એ માટે છે. કારણ કે, મોટા ભાગના દેશોએ આ વાઇરસની ઉત્પતિ માટે ચીનના વુહાન શહેરમાં સ્થિત લેબને જવાબદાર ગણાવી છે.

આ ઉપરાંત જણાવીએ તો અમેરિકાએ તો કોરોના વાઇરસને લઇને ચીનને સળીયાની પાછળ લાવીને ઉભો રાખ્યો છે. તેમનું કહેવું છે કે, ચીન જ કોરોના વાઇરસ માટે જવાબદાર છે.

ABOUT THE AUTHOR

...view details