મુંબઇ: મધ્ય મુંબઈની બાયકુલા જેલ સાથે જોડાયેલા એક ડોક્ટરે કોરોના પોઝિટિવ હોવાનું મામે આવ્યું છે. જેથી જેલમાં અધિકારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
મુંબઇની બાયકુલા જેલ સાથે જોડાયેલા ડોક્ટરને કોરોના પોઝિટિવ - Mumbai's Byculla Jail
મધ્ય મુંબઇમાં કોરોના વાઈરસ માટે ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેના સંપર્ક આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, ડોક્ટરના કોરોના પોઝિટિવ રિપોર્ટની જાણ થતાં જેલમાં મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે,અગાઉ પણ આર્થર રોડ જેલમાં 77 કેદીઓ અને 26 સ્ટાફરો આ ચેપ લાગ્યો હતો.