ગુજરાત

gujarat

By

Published : Apr 29, 2019, 9:37 AM IST

ETV Bharat / bharat

PM મોદીની અપીલ વ્યર્થ, વિરાટ કોહલી નહીં આપી શકે વોટ..!

મુંબઈના એડ્રેસ પર વોટર કાર્ડ બનાવવાના ભરપુર પ્રયાસો છતાં વોટર લિસ્ટમાં ન આવ્યું વિરાટ કોહલીનું નામ, નહીં આપી શકે મત...

ફાઈલ ફોટો

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી આગામી ચૂંટણીમાં પોતાના મતનો ઉપયોગ નહીં કરી શકે. જો કે, વિરાટ કોહલીએ પોતાના મુંબઈ સ્થિત ધરના એડ્રેસ પર વોટર કાર્ડ બનાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ વોટર લિસ્ટમાં તેમનું નામ આવ્યું નહોતું.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ હાલમાં જ ભારતીય કપ્તાન વિરાટ કોહલી સહિત વિભિન્ન ક્ષેત્રોના ટોચના લોકોને અપીલ કરી હતી કે, તે લોકોને મત આપવા વિનંતી કરે.

PM નરેન્દ્ર મોદી ટ્વિટ

જો ચૂંટણી કમિશનના સ્રોતોનું માનીએ તો, તેમના ટીમે અનેક પ્રયત્નો કર્યા અને વિરાટનું નામ મતદાન સૂચિમાં દાખલ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ સમય મર્યાદા સમાપ્ત થવાને કારણ તેમનું નામ મુંબઇના એડ્રેસ પર ન આવી શક્યું. આ જ કારણ છે કે, વિરાટ કોહલી આ વખતે લોકસભાની ચૂંટણીમાં મત આપી શક્શે નહીં.

મુંબઈ સહિત દેશભરમાં આજે ચોથા તબક્કાનું મતદાન શરૂ થઈ ચુક્યું છે. અહેવાલો મુજબ, વિરાટ કોહલી મુંબઈમાં મત આપવા માંગે છે, જ્યાંથી તેમની પત્ની અને બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા મતદાન કરશે.

ABOUT THE AUTHOR

...view details