આ વીડિયો રવિવારને બતાવામાં આવી રહ્યો છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ સતપાલ સિંહ સત્તી હિમાચલના સલોન જનસભામાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.
હિમાચલના ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભાન ભૂલ્યા, રાહુલ ગાંધી વિશે અભદ્ર ભાષા વાપરી - lok sabha election
ન્યૂઝ ડેસ્ક: લોકસભા ચૂંટણીમાં પ્રચારમાં લાગેલા નેતાઓને ભાષા હવે એટલી હદે ખરાબ થઈ રહી છે કે, સામાન્ય લોકોને પણ સાંભળવામાં તકલીફ પડે. હજુ યુપીમાં આઝમ ખાનનો વિવાદ થમવાનું નામ નહીં લેતું ત્યાં અન્ય એક નેતા પણ હવે ચર્ચામાં આવ્યા છે. હિમાચલના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતપાલ સિંહએ રાહુલ ગાંધી અને તેમની માતા પર ગંદી ગાળો આપી છે. અહીં પ્રદેશ અધ્યક્ષ મંચ પરથી મનમાં આવે તેવી ગાળ ભાંડવા લાગ્યા હતા.
સતપાલ સિંહ
આ વિડીયોમાં સત્તી કહી રહ્યા છે કે, જે ખુદ જામીન પર છે તે વડાપ્રધાનને ચોર કહી રહ્યા છે. એટલું જ નહી ભાજપના આ નેતાએ રાહુલ ગાંધીના પરિવારને જામીની પરિવાર પણ ગણાવ્યો હતો. સત્તીએ અહીં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી વડાપ્રધાનને ચોર કહેતા હોય હું પણ તેમને ગાળ આપવા માટે આઝાદ છું. રાહુલનું આખું પરિવાર જામીન પર બહાર છે અને તે વડાપ્રધાન પર કેમ ચોર કહી શકે ?