- નિકિતા હત્યા કેસમાં મહાપંચાયત બાદ હિંસક વિરોધ
- પ્રદર્શનકારીઓએ હાઇવેને જામ કરી ફાયરિંગ કર્યું
- પોલીસે વિરોધ કરનારા પર લાઠીચાર્જ કર્યો
હરિયાણા : ફરીદાબાદના નિકિતા મર્ડર કેસ સંદર્ભે મહાપંચાયત બોલાવવામાં આવી હતી. સર્વ સમાજ મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો કે, 21 વર્ષીની વિદ્યાર્થીનીના કેસમાં ગુનેગારોને વહેલી તકે ફાંસીની સજા આપવામાં આવે. જે બાદ રવિવારે ઉગ્ર ભીડે ફરીદાબાદ બલ્લભગઢ હાઇવે જામ કરી દીધો હતો. લોકોની માંગ છે કે, નિકિતા હત્યાકાંડમાં દોષીઓને ઝડપથી સજા આપવામાં આવે.