બાંકુરામાં TMCના સાંસદ સુવેન્દુ અધિકારીની સભામાં ભાજપના કાર્યકરોએ જયશ્રી રામના નારા પોકાર્યા હતા. જેથી TMC અને BJPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન પોલીસે ભાજપના કાર્યકરો પર ગોળીઓ વરસાવી હતી. ગુરૂવારે બનેલી આ ઘટનામાં 2 લોકોનો જીવ ગયો હતો. જેમાં 14 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
બંગાળમાં જયશ્રી રામના નારા પોકારાતા ભડકી હિંસા, 2 કાર્યકરો ઈજાગ્રસ્ત - gujarat
ન્યુઝ ડેસ્કઃ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાના પંચાસાયર ગામમાં શનિવારે ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ભાજપના 2 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગૃહપ્રધાન અમિત શાહે નેતાઓના 3 સભ્યોની સમિતિની રચના કરી હિંસાનો અહેવાલ તૈયાર કરવા માટે સૂચના આપી છે. ભાજપે આરોપ મૂક્યો છે કે, જયશ્રી રામના નારા પોકારવાથી પોલીસે ફાયરિંગ કર્યુ હતું.
બંગાળમાં જયશ્રી રામના નારા લાગતા ભડકી હિંસા, બે કાર્યકરો ઈજાગ્રસ્ત
આ હિંસા પછી ભાજપ અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહે અથડામણની જાણકારી મેળવવા પક્ષના 3 સભ્યોની કમિટી બનાવી છે. જેમાં એ. એસ. અહલૂવાલિયા સહિત પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલસિંહ અને ઝારખંડના પૂર્વ પોલીસ મહાનિર્દેશક બી. ડી. રામનો સમાવેશ કરાયો છે. તેઓ આ બનાવનો રિપોર્ટ અમિત શાહને સોંપશે.