ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બિહારઃ બાંકા ચૂંટણી સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, 3 હજાર લોકો એકઠા થયા - બિહાર વિધાનસભા

બાંકાની ચૂંટણી સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. સભામાં મુખ્યપ્રધાનનું અભિવાદન સાંભળવા 3 હજાર લોકો એકઠા થયા હતા.

બાંકા ચૂંટણી સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
બાંકા ચૂંટણી સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

By

Published : Oct 14, 2020, 10:41 PM IST

બાંકા: બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટેની ગાઈડ લાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચૂંટણી વિધાનસભામાં સોશિયલ ડિસ્ટન્સ નુંપાલન કરવું અનિવાર્ય છે. છતાં પણ બાંકાના અમરપુર માં સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરવામાં આવ્યો હતો.

અમરપુર વિસ્તારમાં સિહાડી મોડના બાલુઆ મેદાન ખાતે એનડીએના ઉમેદવાર જયંત રાજ કુશવાહાના સમર્થનમાં આયોજીત ચૂંટણી સભામાં ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા.

મુખ્યપ્રધાનનું અભિવાદન સાંભળવા લોકોની ભીડ

સત્તાવાર રીતે 675 લોકોને સ્થળ પર આવવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમના મુખ્યપ્રધાનનું અભિવાદન સાંભળવા માટે લગભગ 3 હજાર લોકો સ્થળ પર એકઠા થયા હતા. બીજી તરફ મંદિરમાં દુર્ગાની પૂજા કરવા આવવા પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

મસ્કનું કરવામાં આવ્યું વિતરણ

ચૂંટણી પંચના ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ આ બધી સૂચનાઓ ક્યાંય લાગુ પડતી ન હોઈ તેવું લાગી રહ્યું હતું. જો કે, કેટલાક કાર્યકરોએ સ્થળ પર આવેલા લોને માસ્ક વિતરણ પણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details