BJP ઉમેદવાર નિલાંજન રોયની ગાડી પર હુમલો થયો છે. નિલાંજન ડાયમંડ હાર્બર લોકસભા સીટ પરથી ઉમેદવાર છે. તેમના વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસના અભિષેક બેનર્જી મેદાનમાં ઉતર્યા છે.
નિલાંજન રોયની કાર પર હુમલો તો બીજી બાજુ અનૂપમ હાજરાએ કહ્યું કે TMCના ગુંડાઓએ BJPના મંડળ અધ્યક્ષ સાથે મારામારી કરી છે. તેમણે કાર પર હુમલો કરીને કારના ડ્રાઇવર સાથે પણ મારા-મારી કરી છે.
TMC કાર્યકર્તાઓ પર બનાવટી મતદાનનો આરોપ જાદવપુરમાં BJP મંડળ અધ્યક્ષ પર હુમલો અનુપમ હાજરાએ જણાવ્યું છે કે, લોકો BJPને વોટ કરવા ઇચ્છે છે પરંતુ TMCના ગુંડાઓ બૂથ પર નજર રાખી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, જાદવપુરમાં 150/137 નંબરના મતદાન કેન્દ્ર પર બનાવટી મતદાન કરવામાં આવ્યું છે.
અનુપમ હાજરા અને TMC કાર્યકર્તા વચ્ચે ધર્ષણ તેમણે જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસની એક મહિલા કાર્યકર્તા ચેહરો ઢાંકીને મત આપી રહ્યા છે. તેની ઓળખ કરવી મુશ્કેલ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બસીહારધાટના મતદાન કેન્દ્ર 189 પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા તેમને મતદાન કરવાથી રોકી રહ્યા છે.
બસિરહાટમાં વિરોધ પ્રદર્શન બસિરહાટમાં સૂરક્ષાકર્મીઓની જરુરુત પડી