નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચાર દોષિતોમાંથી એક વિનય શર્માએ દિલ્હી હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને કરેલી તેમની દયા અરજીને બરતરફ કરવામાં ખોટી કાર્યવાહી અને 'બંધારણીય ગેરરીતિ' છે. નિર્ભયા કેસના દોષિતની અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે.
આ કેસમાં દોષી વિનય શર્માએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપી હતી. વિનય શર્માની અરજી વકીલ એ. પી. સિંઘ દ્વારા કરવામાં આવી હતી, અરજીમાં જણાવ્યું કહ્યું હતું કે, આ કેસ દિલ્હી હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં દાખલ કરવામાં આવ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દયાની અરજીને ફગાવી દેવા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી ભલામણમાં દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈનની સહી નથી.