ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયાના આરોપી વિનયની ઉપ-રાજ્યપાલને વિનંતી- મૃત્યુદંડને આજીવન કેદમાં બદલો - નિર્ભયા દુષ્કર્મ કેસ

નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપી વિનય શર્માએ પોતાના વકીલ એ.પી.સિંહના માધ્યમથી દિલ્હીના ઉપ-રાજ્યપાલ બૈજલ પાસે મૃત્યુદંડને બદલે આજીવન કેદ સજા આપવાની માગ કરી છે. વકીલ એ.પી.સિંહે કલમ 432 અને 433 હેઠળ અરજી દાખલ કરીને મૃત્યુદંડની સજા લંબાવવાની માગ કરી છે.

ETV BHARAT
નિર્ભયાના આરોપી વિનયની ઉપ-રાજ્યપાલને વિનંતી- મૃત્યુદંડને આજીવન કેદમાં બદલો

By

Published : Mar 9, 2020, 5:06 PM IST

Updated : Mar 9, 2020, 5:33 PM IST

નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપી વિનય શર્માએ પોતાના વકીલ એ.પી.સિંહના માધ્યમથી દિલ્હીના ઉપ-રાજ્યપાલ બૈજલ પાસે મૃત્યુદંડને બદલે આજીવન કેદ સજા આપવાની માગ કરી છે. વકીલ એ.પી.સિંહે કલમ 432 અને 433 હેઠળ અરજી દાખલ કરીને મૃત્યુદંડની સજા લંબાવવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના આરોપી વિરૂદ્ધ પટિયાલા હાઉસ કોર્ટે ગત બુધવારે નવું ડેથ વોરેન્ટ જાહેર કર્યું હતું. જેમાં તમામ 4 આરોપીને 20 માર્ચના રોજ સવારે 5:30 વાગ્યે ફાંસી આપવાની છે.

Last Updated : Mar 9, 2020, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details