ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નિર્ભયા કેસ: ફાંસીથી બચવા માટે દોષી વિનયે દીવાલ સાથે માથું અથડાવ્યું... - bharat news

નિર્ભયા દુષ્ટર્મ અને મર્ડરના દોષિતોની પાસે ફાંસી ટાળવાના વિકલ્પ ખત્મ થવા લાગ્યા તો હવે તેઓ નવા તિકડમ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચારેય દોષિતોમાંથી એક વિનય શર્માએ સોમવારના રોજ જેલની દીવાલ પર માથું પછાડીને પોતાને ઘાયલ કરી દીધો હતો.

aaaa
નિર્ભયા કેસ: ફાંસીથી બચવા માટે વિનય શર્માની નવી ચાલ, દિવાલ પર માથું પછાડી ધાયલ થયો...

By

Published : Feb 20, 2020, 10:44 AM IST

નવી દિલ્હીઃ નિર્ભયા દુષ્ટર્મ અને મર્ડરના દોષિતોની પાસે ફાંસી ટાળવાના વિકલ્પ ખત્મ થવા લાગ્યા તો હવે તેઓ નવા તિકડમ કરી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ચારેય દોષિતોમાંથી એક વિનય શર્માએ સોમવારના રોજ જેલની દીવાલ પર માથું પછાડીને પોતાને ઘાયલ કરી દીધો હતો. તે તિહાડ જેલની બેરેક નંબર ત્રણમાં રહે છે.

આ અંગે જેલ ઓથોરીટીઝે કહ્યું કે, નિર્ભયાના દોષિતો પર વૉર્ડન ઇન્ચાર્જની બાજ નજર રહે છે. છતાંય વિનય પોતાને નુકસાન પહોંચાડ્યું હતું. જો કે, વોર્ડને તેને રોક્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તે ઘાયલ થઇ ચૂકયો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને પરત જેલમાં લવાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિનયે જેલની ગ્રિલ્સમાં પોતાનો હાથ ફસાવીને ફ્રેકચર કરવાની પણ કોશિષ કરી હતી. જેના વકીલ એપી સિંહે કહ્યું કે, આ ઘટના 16મી ફેબ્રુઆરીની થઇ હતી અને વિનયની માતાએ તેને આગલા દિવસે તેની માહિતી આપી હતી. 17મી ફેબ્રુઆરીના રોજ વિનયે પોતાની માતાને ઓળખવાનો ઇન્કાર કરી દીધો હતો. વિનયના વકીલે કહ્યું કે, વિનયની માનસિક સ્થિતિ અસ્વસ્થ છે અને નવું ડેથ વોરંટ રજૂ કર્યા બાદથી મગજની સ્થિતિ બગડી ગઇ છે અને 16 ફેબ્રુઆરીના દિવસે 4 દોષિતોને 3 માર્ચના દિવસે ફાસી આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details