તમિલનાડુ: આજે સવારે એક ટાટા સુમો તમિલનાડુના થિસાયનવિલાઈથી ચેન્નઈ તરફ જઇ રહ્યો હતો. જેમાં 3 બાળકો સહિત 8 લોકો સવાર હતા. જ્યારે તેઓ ટિંડિવનમ શહેરના પાદિરી નજીક પહોચતા ડ્રાઈવરે કાર પર કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુના ખાડામાં ખાબકી હતી.
તમિલનાડુમાં ભયાનક અક્સમાત, એક જ પરિવારના 6 સભ્યોના મોત - ગંભીર અક્સમાત
તમિલનાડુમાં વિલ્લુપુરમ ટીંડીવનમ નજીક ખાડામાં કારે પલટી મારતા એક બાળક સહિત એક જ પરિવારના 6 લોકોનાં મોત નીપજ્યાં છે.
six died in road accident
આ અકસ્માતમાં એક બાળક સહિત છ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. અન્ય લોકોને સારવાર અર્થ ટીંડીવનમ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક એસ. રાધાકૃષ્ણન સ્થળ પર પહોચીને નિરીક્ષણ કર્યું હતું.