ઉત્તરપ્રદેશ : (કાનપુર) ડિપ્ટી એસપી સહિત 8 પોલીસકર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે ગ્વાલિયર પહોંચ્યા બાદ સરેન્ડર કરવાની પુરી તૈયારી કરી ચૂક્યો હતો. વિકાસ દુબેનો વધુ એક ઑડિયો સામે આવ્યો છે. જેમાં તે એક પરિચિતને જણાવી રહ્યો છે કે, આ સમય મુશ્કિલે જરૂર છે, પરંતુ સંકટ ટળી ગયું છે. એક-બે દિવસમાં કોર્ટમાં સરેન્ડર પણ થઇ જઇશ, બધો જ બંદોબસ્ત થઇ ગયો છે. ઑડિયોમાં અવાજ બદલેલો લાગવાથી પ્રશ્ન પર તે કહે છે કે, હું જ બોલી રહ્યો છું, તમે એ સમજી લો હું ઓપનલી કંઇ કહી શકું તેમ નથી, એ માટે વ્હોટ્સ ઍપ કોલ કર્યો છે.
ગેંગસ્ટર વિકાસ દુબેનો વધુ એક ઑડિયો વાયરલ, એક-બે દિવસમાં કોર્ટમાં સરેન્ડર કરવાનો હતો વિકાસ - કાનપુર વિકાસ દુબે વાઇરલ ઑડિયો ન્યૂઝ
કાનપુર વિકાસ દુબે હત્યાકાંડ મામલે એક બાદ એક અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. એક નવો ઑડિયો સામે આવ્યો છે. જેમાં એ વાતનો ખુલાસો થયો છે કે,8 પોલીસકર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે કોર્ટમાં સરેન્ડર કરવાની તૈયારી કરી ચૂક્યો હતો.
વિકાસ દુબેની આ વાત પોલીસ બજરિયા વિસ્તારના રામબાગ નિવાસી સુબોધ તિવારી સાથે થઇ હતી. લગભગ 8 મિનિટ 7 સેકેન્ડની વ્હોટ્સ ઍપ કોલને તેમણે રેકોર્ડ કરી હતી. વિકાસે કહ્યું હતું કે, વ્હોટ્સ ઍપ કોલ જ એ માટે કરી રહ્યો છું જેથી કોઇને ખબર પડે નહીં. તેમણે જણાવ્યું હતું કે, તે ગ્વાલિયર પહોંચી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ઑડિયો તેના ઉજ્જૈન પહોંચવાના ત્રણ-ચાર દિવસ પહેલાનો છે. તે એટલે કે, વિકાસ દુબે માને છે કે, કેસ મોટો થયો છે, આખું યુપી જોઇ રહ્યું છે, પરંતુ મેટર સેટલ થઇ ગઇ છે.
વિકાસ દુબે કેટલીકવાર સુબોધ તિવારેને પૂછે કે, ગુડ્ડુન ક્યાં છે. તે તેનો ફોન બંધ આવવાની વાત કહે છે ત્યારે તે જણાવે છે કે, ગુડ્ડન તેનું ફેસબુક પેજ ચલાવે છે અને ગ્રુપ એડમિન છે. તે કહે છે કે, તેમનું બધું જ કામ ગુડ્ડન ત્રિવેદી અને વિનય તિવારી જ જોઇ રહ્યા હતા. બધું જ બરાબર ચાલી રહ્યું હતું કે, મામલો ઉલ્ટો થઇ ગયો. બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કાનપુરમાં 8 પોલીસકર્મીઓની હત્યા તેમજ કુખ્યાત વિકા દુબેની પોલીસ અથડામણમાં માર્યા ગયા બાદ તપાસ માટે ગઠિત આયોગને કેબિનેટની મંજૂરી આપી હતી.